ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની કરવા માટે ગુજરાતીઓ તૈયાર
ભારતીય ઓલિમ્પિક સંધની વર્ષ ૨૦૩૬માં રમાનાર ઓલિમ્પિક ગેમ્સને ભારતમાં આયોજિત કરવા દાવેદારી
નવી દિલ્હી, ઓલિમ્પિકનું આયોજન આ વર્ષે પેરિસમાં થયું હતુ. જેમાં અનેક દેશોના એથ્લીટે ભાગ લીધો હતો. આગામી ગેમ્સ લોસ એન્જિલ્સમાં વર્ષ ૨૦૦૮માં આયોજિત થશે. જ્યારે ૨૦૩૨ની મેજબાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં કરવામાં આવશે. ૨૦૩૬માં થનારા ઓલિમ્પિકની મેજબાની ક્યાં શહેરને મળવાની છે. તેનો નિર્ણય હજુ લેવાનો બાકી છે.
પરંતુ આ વચ્ચે ભારતીય ઓલિમ્પિક સંધ એટલે કે, આઈઓએ વર્ષ ૨૦૨૬ની ઓલિમ્પિક રમતની મેજબાનીને લઈ આઈઓસીને એક લેટર મોકલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ભાષણમાં અનેક વખત ૨૦૩૬ ઓલિમ્પિક ભારતમાં આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. પીએમ કહી ચૂક્યા છે કે, ૨૦૩૬માં ઓલિમ્પિકનું આયોજન કરવું એ એક સ્વપ્ન છે જેના માટે અમે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે, આ વખતે પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય એÂથ્લટે ૧ સિલ્વર મેડલ સાથે કુલ ૬ મેડલ જીત્યા હતા. અમદાવાદમાં ૨૦૩૬ની ઓલિમ્પિકની લઈ તડામાર તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.
તમને જણાવી દઈએ કે, ૨૦૩૬ ઓલિમ્પિક માટે અમદાવાદ શહેર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે અત્યારસુધી ઓલિમ્પિકની મેજબાની કરી નથી. ભારતે માત્ર એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરી છે.