Western Times News

Gujarati News

વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ

પોલીસ વિભાગની ઇમારતોની છતો ઉપર સોલાર પેનલોનું ઇન્સ્ટોલેશન કરાશે

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પ્લાસ્ટીકની બોટલનો સ્થળ ઉપર જ નિકાલ લાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે, ઉર્જા વિભાગની મદદથી તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોની છતો ઉપર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરવાનું નક્કી કરાયું છે.

જેના દ્વારા વીજળીની મહત્તમ વીજ બચત કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવનની ઇમારતના છત ઉપર અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ બેરેક, તાલીમ સેન્ટર સહિતની ૧૨ ઇમારતોમાં મળી ૨૩૭ કિલો વાટ જેટલી ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કામગીરી ચાલી રહી છે

અને અન્ય કચેરીઓમાં પણ તબક્કાવાર આ કામગીરી ચાલુ થશે. જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે. પોલીસની આ નવી પહેલથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો વ્યય અટકશે અને તેનો મહત્તમ સદઉપયોગ થશે.

એવી જ રીતે, ગો ગ્રીન- ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાત પોલીસે વધુ એક પહેલ પણ કરી છે, જેમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે મુખ્ય સંકુલમાં જ એક પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યુ છે. પ્લા

સ્ટીક બોટલને ગમે ત્યાં ન ફેંકીને તેને આ મશીનમાં ક્રશ કરી સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે. ગુજરાતમાં સોલાર ઊર્જાનું ઉત્પાદન વધે તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી અનેક લોકોએ પોતાના મકાનો ઉપર પણ સોલર પેનલો લગાવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.