Western Times News

Gujarati News

ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે નવા વર્ષમાં કોઈપણ પ્રકારની છૂટછાટ રાખવામાં નહીં આવે.

અમદાવાદ, અમદાવાદના વાહનચાલકો નવા વર્ષે સંકલ્પ કરો કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરશો. નવા વર્ષની શરૂઆતના એકમાત્ર દિવસે તેમને થોડી રાહત મળી શકે છે. પરંતુ આવતીકાલથી વાહન સાચવી-સંભાળીને વાહન સંબંધિત ડોકયુમેન્ટ સાથે રાખી અને હેલ્મેટ પહેરીને ચલાવજો નહીં તો દંડ ભરવાની પૂરી તૈયારી સાથે ઘર બહાર નીકળજો.

શહેરીજનોએ હવે સુરક્ષાની તકેદારી માટે હેલ્મેટ પહેરવી અને ટ્રાફિક નિયમનું પાલન કરવું અનિવાર્ય છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કોઈપણ પ્રકારની છૂટછાટ રાખવામાં નહીં આવે.

નવા વર્ષ ર૦રપના આગમન પહેલાં જ છેલ્લા એક માસથી ટ્રાફિક નિયમના પાલનને લઈને પોલીસે કડક અભિગમ અપનાવવાનું શરૂ કર્યું છે. વર્ષ ર૦ર૪ના છેલ્લા દિવસે અને આજે નવા વર્ષના પહેલાં દિવસે પોલીસ અનોખી પદ્ધતિ અપનાવી રહી છે અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ સમજાવટથી કામ લઈ રહીછે. આ અંગે અભિયાન હેઠળ ખાસ કરીને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને પ્રેરણા આપવા માટે, સ્ટોપ લાઈનનો ભંગ કરનારા અને રોંગ સાઈડથી વાહન ચલાવનારા સાથે .

આ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ તેમને આ પ્રકારના નિયમનો ભંગ ના કરવા અને હેલ્મેટ પહેરવા માટે કહી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે, હવે ર જાન્યુઆરી આ જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમ પાલન નહીં કરનાર અમદાવદી પર કેસ કરીને ચુસ્તપણે દંડ વસૂલ કરશે.

શહેરના જુદા જુદા ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ ફરજ બજાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસનો મુખ્ય ઉદ્દેશ લોકોને હેલ્મેટ પહેરવાના અને અન્ય નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાનો રહ્યો છે. ટ્રાફિક પોલીસ આવી જ રીતે અનેક વાર જાગૃત્તિ કાર્યક્રમ કરશે

જેથી લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે, પરંતુ આ સાથે દંડ વસૂલવાની પણ કામગીરી કરવામાં આવશે. ટ્રાફિકના નિયિમોના ચુસ્ત પાલન માટે ગૃહરાજ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ હવે નવા વર્ષથી ટ્રાફિક પોલીસ દંડાત્મક પગલાં લેવા માટે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.