Western Times News

Gujarati News

ગુજરાત પોલીસ કર્મચારીના પુત્રએ મુકેશ અંબાણીને 400 કરોડની ખંડણીનો મેઈલ મોક્લ્યો હતો

પ્રતિકાત્મક

પોલીસ કર્મચારીના પુત્રની ધરપકડ કરાઈ- મુકેશ અંબાણીને ખંડણીનો ઈ-મેઈલ કલોલથી થયો હતો

(એજન્સી)ગાંધીનગર, દેશના અગ્રણી ઉધોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ કરી તેની પાસે ૪૦૦ કરોડની ખંડણી માંગવાના કેસમાં તાર ગાંધીનગરના કલોલ સુધી પહોચ્યા છે. ગાંધીનગર પોલીસમાં નોકરી કરતા પિતાના ર૧ વર્ષીય પુત્રના મોબાઈલ ઉપરથી ઈમેલ પુત્રના મોબાઈલ ઉપરથી ઈમેઈલ મુંબઈની ક્રાઈમ બ્રાંચ કલોલ આવી હતી અને યુવકની ધરપકડ કરી હતી.

આ કેસમાં મહારાષ્ટ્રના ગાંવદેથી પોલીસ મથકમાં ગુનો નોધાવવામાં આવતા મુંબઈ પોલીસ દોડતી થઈ ગ ઈ હતી. આ કેસમાં બે આરોપીઓ ગણેશ રમેશ વનપારથી અને શાબાદખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત ગાંધીનગરના કલોલમાં રહેતા રાજવીર ખાંટ નામના યુવકની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. કલોલમાં રહેતો રાજવીર બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

જયારે તેના પિતા ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવે છે. મુંબઈ પોલીસ શુક્રવાર મોડી રાત કલોલમાં આવી હતી. આ કેસમાં ઈમેઈલ કરવામાં આવી હતી. આ કેસમાં ઈ-મેઈલ કરવામાં રાજવીરના મોબાઈલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તેના બે મોબાઈલ સહીત એક કમ્પ્યુટર જપ્ત કર્યું હતું. યુવક સાઈબર ફીલ્ડમાં એકસપર્ટ હોવાનું સામે આવ્યું હતું. જયારે ઈમેલ મજાક મજાકમાં કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પોલીસ યુવકના ઘરે પહોચી જતા મામલો ગાંધીનગરના ઉચ્ચ પોલલીસ અધિકારીઓ સુધી પહોચી ગયો હતો. મુંબઈ પોલીસ એકની બે નહી થતા આખરે ધરપકડ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.