૩૧ ડિસેમ્બરની ઉજવણી લોકો કરે તે પહેલા ગુજરાત પોલીસ સતર્ક

રાજસ્થાન બોર્ડર પર સઘન તપાસ
જિલ્લામાં આવી ત્રણ સરહદો પર આવનાર વાહનો પર નજર રાખી જિલ્લાની પોલીસ અડગ જોવા મળી રહી છે
મહીસાગર, આવનારી ૩૧મી ડિસેમ્બરને કારણે મહીસાગર જિલ્લા પોલીસ સતર્ક બની છે. જિલ્લાને અડીને આવેલા ત્રણ જેટલા રાજેસ્થાન સરહદી વિસ્તાર પર ચેક પોસ્ટ ઉભી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં નશીલા પદાર્થ સહિત વિદેશી દારૂ ઘુસાડવામાં ન આવે તે હેતુથી મહીસાગર પોલીસ સતર્ક બનીને બોર્ડરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તહેવાર ઉજવીએ પણ તકેદારી સાથે !
તહેવારોના દિવસોમાં ઠેર ઠેર ચેકીંગ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ પ્રતિબદ્ધ છે. pic.twitter.com/11cDjPNBVc
— Gujarat Police (@GujaratPolice) December 25, 2023
જિલ્લામાં આવી ત્રણ સરહદો પર આવનાર વાહનો પર નજર રાખી જિલ્લાની પોલીસ અડગ જોવા મળી રહી છે. મહીસાગર જિલ્લો રાજેસ્થાન સરહદી વિસ્તારને અડકીને આવેલો જિલ્લો છે. ત્યારે આવનારી ૩૧મી ડિસેમ્બરને કારણે મહીસાગર પોલીસે એક્સનમાં આવી ગઇ છે. મહીસાગર પોલીસ દ્વારા જિલ્લામાં આવેલી ત્રણ જેટલી બોર્ડરો સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજેસ્થાન તરફથી આવનાર તમામ વાહનોનું ચેકીંગ કરી વાહનને જવા દેવામાં આવી રહ્યા છે. તેમજ આવનાર તમામ વાહનોના નામ વાહન નંબર માલિકનું નામ સહિત નોંધ રાખવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાને અડકીને આવેલી ત્રણ બોર્ડરો -૧ ખાનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કાલીયાકુવા બોર્ડર ૨-સંતરામપુર પોલીસે સ્ટેશન હદમાં આવેલી આનંદપુરી બોર્ડર ૩- ડિટવાસ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પુનાવાળા બોર્ડર આમ કુલ ત્રણ બોર્ડરો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી રાજેસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.ss1