Western Times News

Gujarati News

પોલીસ કર્મીઓ પાસેથી બાહેધરી પત્ર પર સહીઓ કરાવવાનો નિર્ણય મુલતવી રખાય તેવી શક્યતા

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાતના પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે ઉપરાંત અન્ય ભથ્થા નો મામલો દિવસની દિવસે ઉગ્ર બનતો જાય છે તો બીજી તરફ રાજ્ય સરકાર પણ આ મામલાના હલ શોધવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળશે

જેમાં અગાઉ કરેલા ઠરાવ મુજબ જે પોલીસ કર્મચારીઓને પગાર વધારો મેળવવો હોય તો તેનું ફરજિયાત બાહેધરી પત્રક આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો તે પાછો ખેંચવામાં આવશે અને હવે પછી ફરજિયાત બાહેધરી પત્રકમાં સહી કરવાનું મુલતવી રાખવાનો ર્નિણય સરકાર દ્વારા કરવામાં આવી શકે તેમ છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પગાર મેળવવા પોલીસ કર્મચારીઓએ સહમતી દર્શાવવી તેમજ ભવિષ્યમાં કોઈપણ વધારાના ભથ્થા નહીં માગવાની આખરી શરતો કરતો પરિપત્ર કર્યો હતો તો બીજી તરફ આ પરિપત્રથી પોલીસ કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા

જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓએ પોતાની વેદના સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી પરિણામે આ બાબતની ગંભીરતા લેતા રાજ્ય સરકારે પરિપત્ર રદ કરવાનો આખરી ર્નિણય કર્યો હોવાના અહેવાલ સૂત્રો તરફથી જાણવા મળ્યા છે

તો બીજી તરફ સળગતા આ મુદ્દા મામલે રાજ્ય પોલીસવાળા આશિષ ભાટિયા એ તમામ પોલીસ અધિક્ષક તમામ પોલીસ કમિશનર તમામ રેન્જવાડા અને તમામ એસ.આર.પી જૂથોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તેમણે આ મામલે સૂચનો માંગ્યા હતા

ઉલ્લેખનીય છે કે આ વિડિયો કોન્ફરન્સ બેઠકમાં મોટાભાગે શરતો રદ કરવાની ભલામણ રાજ્ય પોલીસવાળા સમક્ષ કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે અને તે રિપોર્ટ સરકારને પણ સુપ્રીત કરી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીયે છે કે આ રિપોર્ટના અનુસંધાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ઠરાવ રદ કરવા માટે અથવા વચલો રસ્તો શોધી કાઢવા માટે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ સચિવ ઉપરાંત પોલીસ ફોર્સના અન્ય ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક બેઠક કરે અને આજ સાંજ સુધીમાં નવો પરિપત્ર કરે તેવી સૂચના આપતા હવે આજે સાંજે મહત્વની બેઠક મળશે જેમાં એફિડેવિટમાં સહી નહીં કરવાનું અને બાંહેધરી પત્રક નહીં આપવાનું નક્કી કરતો ઠરાવ કરવાનો ર્નિણય લેવામાં આવી શકે તેમ છે

ઉલ્લેખનીય છે કે આ મામલે સરકારને પરિપત્ર કર્યા બાદ વેચવું પડે તેમ હતું અને એટલે જ હવે મેરેથોન બેઠક બાદ ખુદ સરકારને જ આ વિવાદિત પરિપત્ર રદ કરી પોલીસ કર્મચારીઓ સામેથી છે હઠ કરવી પડે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.