Western Times News

Gujarati News

ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી

અનેક નવીન પરિવર્તનો થકી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના સૌ નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું

દેશ અને રાજ્ય માટે સમર્પિત ભાવથી સૌ નિવૃત્ત અધિકારીશ્રીઓએ આપેલી સેવાનું સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિઅમારી ફરજ પણ છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

પોલીસ ભવન ખાતે નવનિર્મિત આધુનિક જીમઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું નિવૃત્ત અધિકારીશ્રીઓના હસ્તે નામાંકન કરવામાં આવ્યું

  ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત પોલીસ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ અધિકારીઓએ પોતાની આખી જિંદગી ગુજરાત પોલીસ સેવામાં વિતાવી છે અને અનેક નવીન પરિવર્તનો હાથ ધરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છેતેવા ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

  રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ૪૦થી વધુ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

  રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીશ્રીઓને આવકારતા જણાવ્યું હતું કેદેશ અને રાજ્ય માટે જે સમર્પિત ભાવથી આપ સૌ નિવૃત્ત અધિકારીશ્રીઓએ સેવા આપી છે તેનો આદર અને સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ અમારી ફરજ પણ છે.

શ્રી વિકાસ સહાયે ઉમેર્યું કે, ‘પરિવારની ભાવના આપણા પોલીસ ખાતામાં વિશેષરૂપે જોવા મળે છેએટલે જ પોલીસ પરિવાર‘ શબ્દ ખાસ સંભાળવા મળે છે. આ પરિવારમાં નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે જમાર્ગદર્શક તરીકે ગુજરાત પોલીસને હરહંમેશ યોગ્ય રાહ ચીંધતા નિવૃત્ત સૌ અધિકારીશ્રીઓને મેન્ટર તરીકે સન્માનિત કરવા માટે શિક્ષક દિનથી ઉચિત અન્ય કોઈ દિવસ ન હોઈ શકે.

  આ પ્રસંગે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂ.૭.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીશ્રીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.

  શિક્ષક દિવસ પ્રત્યેક વ્યક્તિને પોતાની સફળતાના આધાર એવા ગુરુજીનું સ્મરણ કરવાનું યાદ અપાવે છે. આજે ગુજરાત પોલીસે પણ સૌ પથદર્શક નિવૃત્ત અધિકારીશ્રીઓ એવા ગુરુજનોનું સન્માન કરીને આ દિવસને સાચા અર્થમાં
ઉજવ્યો છે.

  આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીશ્રીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી શ્રી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી શ્રી પી.કે.બંસલશ્રી પી.સી. પાન્ડેયશ્રી એસ.એસ. ખંડવાવાલાશ્રી પ્રમોદ કુમારશ્રી પી.પી. પાન્ડેયશ્રી ગીથા જોહરીશ્રી શિવાનંદ ઝાશ્રી એ.કે. સિંઘશ્રી ઓ.પી.માથુરશ્રી અનિલ પ્રથમ સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.