હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માતઃ ત્રણ કર્મચારીના સ્થળ પર મૃત્યુ

અમદાવાદ, સિરસામાં ભારત માલા ફોરેલન પર બુધવાર સવારે ગુજરાત પોલીસની ગાડી રસ્તા પર ઊભેલા એક વાહન સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે.
માહિતી મળતાની સાથે જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બધાને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. ઘાયલોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ભટિંડા રિફર કરવામાં આવ્યા છે. દરમિયાન, ડબવાલી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે.
ડબવાલી પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રિય અને ખાનગી ડ્રાઈવર ઘનશ્યામભાઈ કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તે બધા અમદાવાદ શહેર પોલીસના છે. હવે તે ક્યાં જતા હતા? પોલીસને આ અંગે કોઈ માહિતી મળી નથી.
અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ માટે પંજાબ જઈ રહી હતી, આ દરમ્યાન રસ્તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસ કર્મીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.
મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં રામોલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે પી સોલંકીને પણ ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છે.
અમદાવાદ પોલીસની ટીમ એક કેસની તપાસ માટે હરિયાણા ગઈ હતી. દરમ્યાન સવારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હરિયાણા પોલીસના સંપર્કમાં હતા. ત્યાં તેમને આ અકસ્માત નડ્યો હતો.