Western Times News

Gujarati News

પોલીસને વધુ બોડી વોર્ન અને ડ્રોન કેમેરા અર્પણ કરાશે

આજે રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે તા.૧૪ અને તા.૧૫ ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમા ઉપસ્થિત રહેશે. Gujarat Police will be offered more body warns and drone cameras

તા.૧૪મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે જેમા પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે.

ત્યારબાદ સાંજે ૬ઃ૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારા નામે ઓ સ્વતંત્રતા થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે જેમા પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

તા.૧૫મી ઓગષ્ટે સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

અને મુખ્યમંત્રી ૭૫માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે.ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે. પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યક્રમ યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.