Western Times News

Gujarati News

ભાજપ, કોંગ્રેસ અને “આપ”: ગુજરાતમાં કોની રણનિતી સફળ થશે??

ગુજરાતની આગામી ચૂંટણી રૂપી “ધર્મયુદ્ધ” ના મહારથીઓ બાજી ચીપી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા ‘મહાભારત’ના શ્રીકૃષ્ણનો ઉપદેશ સમજી મતદાન કરશે?!

ભાજપ વિકાસની રાજનીતિથી છવાઈ જવા ઉદઘાટનો ગોઠવી રહ્યો છે?! કોંગ્રેસ ખાટલા પરિષદ કરી રહ્યો છે?! અને આમ આદમી પાર્ટી રેવડીનું રાજકારણ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યો છે?! ત્યારે કોની રણનીતિ સફળ થશે?!

તસવીર ગુજરાત વિધાનસભાની છે ડાબી બાજુથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે તેઓ ગુજરાતમાં વ્યુહાત્મક પ્રચારની રણનીતિ ઘડીને વિકાસની રાજનીતિનો પ્રચાર કરવા ઉદ્‌ઘાટનો કરી રહ્યા છે! અને લોકોને એકમાત્ર વિકાસનું કામ કરતી ડબલ એન્જિનની સરકારનો મુદ્દો ઉજાગર કરી ને ગુજરાતને ખુંદી વળ્યા છે?!

અને વિરોધ પક્ષ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભાજપ ૧૮૨ માંથી ૧૮૨ સીટો જીતવા આગળ વધી રહ્યું છે! તો બીજી તરફ કોંગ્રેસ ૧૮૨ માંથી ૧૨૫ સીટોના ટાર્ગેટ સાથે ગામડે ગામડે પ્રજાનો સીધો સંપર્ક કાર્યકર્તાઓ સાથે કરી રહ્યા છે અને કોંગ્રેસે જે ૫૦ સીટો નક્કી કરી છે તે સંપૂર્ણ જીતવાના પ્રયત્નો સાથે આગળ વધી રહ્યા છે!

અને કોંગ્રેસ પણ વિકાસની રાજનીતિના કથિત નકારાત્મક પરિણામને ઉજાગર કરતો પ્રચાર કરે છે!! જેમાં કોંગ્રેસ ભ્રષ્ટાચાર ના વિકાસની વાત કરે છે! મોંઘવારીના વિકાસની વાત કરે છે! બેરોજગારીના વિકાસની વાત કરે છે! સંકુચિત માનસિક વિકાસની વાત કરે છે અને વકરેલા ગુનાહિત બનાવોની વાત કરે છે!

અને તેમાંથી પ્રજાને બહાર કાઢવા મતોની રાજનીતિ ઘડી રહ્યા છે જેના સ્ટાર પ્રચારક તરીકે તસવીરમાં પ્રિયંકા ગાંધી વાડ્રા દ્રશ્યમાન થાય છે ત્રીજી તસવીર અરવિંદ કેજરીવાલની છે જેઓ ગુજરાત રાજકીય ઇતિહાસ રચવાની અપેક્ષા સાથે મેદાનમાં ઉતર્યા છે તેઓ રેવડી કલ્ચરની રાજનીતિ સાથે પ્રજા પાસે મત માગી રહ્યા છે!!

પ્રજા તેમના વચનો પર કેટલો ભરોસો કરશે તે સમયે નક્કી કરશે પરંતુ જાે અરવિંદ કેજરીવાલ ભાજપ સરકારને હરાવવા નીકળ્યા હોય અને લોકોને ભ્રષ્ટાચાર મોંઘવારી ગરીબી માંથી બહાર કાઢવાના રાજધર્મ સાથે ચૂંટણી ના મેદાનમાં ઊતર્યા હોય તો તેમને સૌથી પહેલું ધ્યાન એ રાખવું જાેઈએ

કે વિરોધ પક્ષોના મતો અંદરો અંદર કપાવવા ના જાેઈએ સત્તાથી વધારે મહત્વ ગુજરાતની પ્રજાને તેની યાતનામાંથી પ્રજાને બહાર કાઢવાની છે! આ ચૂંટણી દરમિયાન ધર્મના વિજય માટે કોણ લડે છે અને પ્રજા લોકશાહીમાં વિરોધ પક્ષનું મહત્વ સમજે છે કે નહીં તે પણ આ ચૂંટણીમાં નક્કી થશે.  (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

તમારો શત્રુ ગફલત કરી રહ્યો હોય ત્યારે તેને ખલેલ ન પહોંચાડશો – નેપાલિયન બોનાપાર્ક

નેપોલિયન બોનાપાર્ટ નામના ફ્રાન્સના લશ્કરી અને રાજકીય નેતાએ કહ્યું છે કે “તમારો શત્રુ ગફલત કરી રહ્યો હોય ત્યારે તેને ખલેલ ન પહોંચાડશો”!! જ્યારે અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને કહ્યું છે કે “હું ભલે એવા કામ થી હારું જે એક દિવસ જીત અપાવે, નહીં કે એવા કામ થી જીતુ કે જે ક્યારેક હાર અપાવે”!!

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગુજરાતની ૨૦૨૨ ની ચૂંટણી એ દેશને દિશા નિર્દેશ આપનારી બની રહેશે એવી માન્યતા સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસના સંભવિત સ્ટાર પ્રચારક શ્રીમતી પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પોતપોતાની વ્યુહાત્મક રાજનીતિના પત્તા ચીપી રહ્યા છે ગોઠવી રહ્યા છે અને રાજકીય ચેસ ચેમ્પિયન બનવા માટે થનગની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.