Western Times News

Gujarati News

આરોગ્ય ક્ષેત્રે દેશમાં ગુજરાત બીજા ક્રમે: સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ

(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે.

જેમા ગુજરાત રાજ્યએ ગોલ નંબર ત્રણ – આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવી ઉચ્ચસ્થાન હાંસલ કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિધ્ધી માટે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સની ફરજનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સિÂધ્ધ રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સના પ્રયાસોને સમર્પિત કરી હતી.

નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૧૮માં સૌ પ્રથમ એસડીજી ઇન્ડેક્સનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો. વર્ષ ૨૦૧૮માં ગુજરાત રાજ્ય દ્વારા એસડીજીના આરોગ્યના ગોલમાં ૫૨ ના સ્કોર હતો. જે વર્ષ ૨૦૨૩-૨૪ના રિપોર્ટમાં ૯૦એ પહોંચ્યો છે.રાજ્ય સરકારના આરોગ્ય પ્રત્યેની કટિબદ્ધતા તેમજ પ્રજાલક્ષી નીતિઓ તથા આરોગ્ય સેવાઓ અને યોજનાઓના અસરકારક અમલીકરણના પરિણામે જ એસડીજી ગોલના સ્કોરમા સતત સુધારો જોવા મળી રહ્યો છે.

વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા રીપોર્ટમાં આરોગ્યના ગોલના સ્કોરમાં વધારો થઇ ૬૭ સ્કોર સાથે ગુજરાત ૧૭થી ૮ માં રેન્ક પર રહ્યું હતુ. ત્યાર બાદ એસડીજી ઇન્ડેક્સના ત્રીજા રીપોર્ટમા ૮૬ના સ્કોર સાથે ગુજરાત રાજય સમગ્ર દેશમાં રાજયની શ્રેણીમાં પ્રથમ રેન્ક પર પહોંચી ગયુ હતુ.આજે વર્ષ ૨૦૨૩-૨૪ના રીપોર્ટમાં ગુજરાત સમગ્ર ભારતમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજી વાર પ્રથમ રેન્ક પર રહ્યું છે.

આ રેન્કિંગ માટે આરોગ્ય અને સુખાકારીના સંદર્ભે ૧૧ જેટલા આરોગ્ય વિષયક માપદંડોની મસમીક્ષા કરવામાં આવે છે. જેમાં માતા મૃત્યુદર, પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું રસીકરણ, સંસ્થાકીય પ્રસૂતિ, ટીબીના કેસોની નોંધણી, એચઆઈવીના કેસ, અનુમાનિત આયુષ્ય, રોડ અસકસ્માતને કારણે મૃત્યુદર, આત્મહત્યા દર, આરોગ્ય કર્મચારીઓનું પ્રમાણ અને ખિસ્સા બહારના આરોગ્ય ખર્ચ વગેરનો સમાવેશ થાય છે.

વધુમાં રાજય સરકાર દ્વારા આરોગ્ય સેવા માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં માનવ બળ મળી રહે તે માટે પણ સતત અથાગ કરવામાં આવી રહ્યાં છે.૧૦ હજારની વસ્તીએ ડૉક્ટર, નર્સીસ અને મીડ વાઈફ-એ.એન.એમ ની સંખ્યાબળમાં સતત વધારો થવાના કારણે પણ એસડીજી ત્રણ ગોલના સ્કોરમાં સતત વધારો હાસંલ થયો છે.અગાઉ પ્રસિધ્ધ થયેલ સસ્ટેનેબલ ગોલ ઇન્ડેક્ષમાં આરોગ્ય વિષયક માપદંડોમાં ગુજરાતની સ્થિતિ અને આ વર્ષની સ્થિતિની સરખામણી કરતા માતા મૃત્યુદર ૭૫ ઈન્ડેક્સથી ઘટીને ૫૭ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.