સ્કૂલોએ ગુજરાત સરકારના આકરા નિયમો સામે હડતાળ પર ઉતર્યા
રાજ્યની ૪૦ હજારથી વધારે પ્રી-સ્કૂલની હડતાળ
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારના આકરા નિયમો સામે રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલોએ સરકારના આકરા નિયમો સામે આજે હડતાળ કરી છે. તેના લીધે રાજ્યમાં લગભગ ૪૦ હજારથી વધારે પ્રી-સ્કૂલ આજના દિવસે બંધ રહી છે. પ્રી-સ્કૂલ સંચાલકોની દલીલ છે કે રાજ્ય સરકાર માની ન શકાય તેવા નિયમો લાવી રહી છે.
તેમનું કહેવું છે કે એક નાના બંગલામાં ચાલતી પ્રી-સ્કૂલમાં કોઈ બીયુ પરમિશન અને પછી ૧૫ વર્ષના લીઝ એગ્રીમેન્ટ પાછળ ત્રણથી ચાર લાખનો ખર્ચો કરતું હશે. સરકારી ઓફિસોમાં બેસીને કામ કરતાં મોહમ્મદ તઘલખો સરકારને ઊંધાં ઘડિયા ભણાવે છે. આ મોહમ્મદ તઘલખોએ એકપણ પ્રી સ્કૂલની મુલાકાત લીધા વગર નિયમ જારી કરી દીધા છે.
આ તંત્ર કીડીને કોશના ડામ દેવામાં માને છે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલ અંગે કડક નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં પ્રી-સ્કૂલ સંચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. વિરોધમાં આજે રાજ્યમાં લગભગ ૪૦ હજાર પ્રી-સ્કૂલ બંધ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રી-સ્કૂલ અંગે બનાવેલા નિયમોમાં પ્રી-સ્કૂલ ચલાવવા માટે ઓપરેટર પાસે બીયુ પરમિટ અને ૧૫ વર્ષનો રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ હોવો ફરજિયાત કરવામાં આવ્યો છે.
સંચાલકો કહી રહ્યા છે કે આ શક્ય નથી અને નિયમોમાં છૂટછાટની માંગ કરી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગની પ્રી-સ્કૂલ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જો આ નિયમોને કારણે પ્રી-સ્કૂલ બંધ થશે તો મહિલાઓએ તેમની નોકરી ગુમાવવાનો ભય પણ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં જો સરકારના આકરા નિયમોના લીધે પ્રી-સ્કૂલોને તાળા વાગે તો પાંચ લાખ મહિલાઓએ નોકરી ગુમાવવાનો દહાડો આવી શકે છે.
પ્રી-સ્કૂલ સંચાલકો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે તમામ પ્રી-સ્કૂલ સંચાલકો માટે પ્રી-સ્કૂલ ચલાવવા માટે સાઇટ પર બીયુ પરમિટ, ૧૫ વર્ષનો રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ વગેરે હોવું ફરજિયાત બનાવ્યું છે. જો કે, ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિએશને કહ્યું છે કે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિએશન માટે ૧૫ વર્ષનો લીઝ એગ્રીમેન્ટ આપવો શક્ય નથી.
કારણ કે પ્રી-સ્કૂલ એ ખૂબ જ નાનું એકમ છે અને ૧૫ વર્ષ સુધી કોઈ તેને પૂરું પાડી શકતું નથી. કારણ કે મોટાભાગની પ્રી-સ્કૂલ નાના મકાનો કે બંગલામાં ચલાવવામાં આવે છે. તેથી, ૧૧ મહિનાના ભાડા કરાર કરી શકાય છે. પરંતુ ૧૫ વર્ષનો લીઝ કરાર મેળવી શકતા નથી. ગુજરાત સ્કૂલ એસોસિએશનના જનરલ સેક્રેટરી સાગર નાયકે વધુમાં જણાવ્યું હતું કે,
આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લાના પ્રિ-સ્કૂલ સંચાલકો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા છે અને અહીંથી અમે મુખ્યને આવેદનપત્ર આપવા ગાંધીનગર સુધી કૂચ કરીશું. મંત્રી અને શિક્ષણ મંત્રી પહોંચશે. ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિએશનની સમિતિના સભ્ય હીર રાવલે જણાવ્યું હતું કે પ્રી-સ્કૂલ ચલાવવા માટે સરકારે કેટલીક માંગણીઓ કરી છે.