Western Times News

Gujarati News

ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે પશુધન વસ્તી ગણતરી માટેની સોફ્ટવેર તાલીમનો શુભારંભ કરાવ્યો

દેશમાં યોજાનારી ૨૧મી પશુધન વસ્તી ગણતરી માટે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન

પશુધન વસતી ગણતરીની અદ્યતન માહિતી પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓકાર્યક્રમો તથા યોજનાઓના ઘડતર માટેનો મજબૂત આધાર: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ

Ø  આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર૨૦૨૪ દરમિયાન પશુધન વસતી ગણતરી હાથ ધરાશે

Ø  પશુધન વસતી ગણતરીમાં ગુજરાતની ૨૮ પશુ જાતોની ગણતરી કરાશે

Ø  ગુજરાતમાં ૪,૩૦૦થી વધુ સર્વેયર દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ ગણતરી કરશે

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર ૨૧મી પશુધન વસતી ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવનાર સોફ્ટવેર અંગે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત આ કાર્યશાળાનો પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો હતો અને નોડલ અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કેગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે. ત્યારે પશુધન વસતી ગણતરીની અદ્યતન માહિતી અને આંકડા પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓકાર્યક્રમો તથા કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો માટે મજબૂત આધારસ્તંભ તરીકે ઉપયોગી નીવડશે.

શ્રી રાઘવજી પટેલે પશુધન વસતી ગણતરીની ડિજિટલ પદ્ધતિના ફાયદાઓ વર્ણવતા ૨૧મી પશુધન વસતી ગણતરીમાં પાયાના સ્તરે રોકાયેલા તમામ ગણતરીદારોની વ્યાપક તાલીમ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કેપશુધન વસતી ગણતરીમાં દેશભરની ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશેજે પૈકી ગુજરાતમાં ગીરકાંકરેજડગરીડાંગી અને નારી ગાયમહેસાણી અને જાફરાબાદી ભેંસઊંટઘેટા અને અન્ય પશુઓને મળી કુલ ૨૮ પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. સપ્ટેમ્બર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં આશરે ૪,૩૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ રાજ્યના દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ પશુધન વસતી ગણતરી હાથ ધરશે.

મંત્રી શ્રી પટેલે ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રના વિકાસ અંગે માહિત આપતા જણાવ્યું હતું કેછેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતના પશુપાલન ક્ષેત્રની કાયાપલટ થઇ છે. આજે ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદનપશુ સારવારકૃત્રિમ બીજદાન જેવી અનેક બાબતોમાં દેશમાં મોખરે છે. ગુજરાતમાં આજે ૧૮,૦૦૦થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત છેજેમાં ૧૨ લાખથી વધુ મહિલાઓ સદસ્ય છેજે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મંત્રીશ્રીએ ગુજરાતમાં પશુ આરોગ્ય સેવાઓ વિશે જણાવ્યું હતું કેપશુ સ્વસ્થ અને સારવાર માટે ગુજરાત દેશમાં અગ્રેસર છે. પશુઓને ઘર આંગણે આરોગ્ય સેવા પૂરી પાડવા ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના હેઠળ ૫૩૦૦ ગામોને આવરી લેતા કુલ ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૧૨૭ જેટલા મોબાઈલ વેટરનરી યુનિટ પણ પશુ આરોગ્ય સેવા માટે કાર્યરત છે.

કાર્યશાળાના શુભારંભ સમારોહમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે ૨૧મી પશુધન વસતી ગણતરીના મહત્વ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કેભારત વિશ્વનો એક માત્ર દેશ છેજ્યાં છેલ્લા ૧૦૦ વર્ષથી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી પશુધન વસતી ગણતરી માટે કુલ પાંચ રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયા હતાજેમાં ગુજરાત રાજ્યની પણ પસંદગી કરવામાં આવી છે. જામનગરના જોડીયા અને કાલાવડ તાલુકામાં સોફ્ટવેર અને મોબાઈલ એપના પરીક્ષણ માટેનો પાયલટ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.

આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર પશુપાલન અને ડેરી વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અલ્કા ઉપાધ્યાયે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ ઉપરાંત નેશનલ બ્યુરો ઑફ એનિમલ જિનેટિક રિસોર્સના નિયામક ડૉ. બી.પી. મિશ્રાભારત સરકારના પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના સલાહકાર શ્રી શ્રી જગત હજારિકાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ગુજરાતના પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ભારત સરકારના પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના નિયામક (અંકવિભાગ) શ્રી વી.પી. સિંહે આભરવિધિ કરી હતી.

આ કાર્યશાળાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓગુજરાત અને રાજસ્થાન રાજ્યના પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ ગુજરાત અને રાજસ્થાનના રાજ્ય-જિલ્લા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.