Western Times News

Gujarati News

87 નવા રેલવે સ્ટેશન બનશેઃ કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ. 17155 કરોડની ફાળવણી

પ્રતિકાત્મક

2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણીઃ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

 બનાવી મુસાફરોની સુવિધા વધારાશે

Ahmedabad,  કેન્દ્રીય બજેટમાં દેશના વિવિધ રાજ્યોને વિવિધ ક્ષેત્રોમાં ફાળવણી કરવામાં આવી છે. જેમાં રેલવે પણ સામેલ છે. આ અંગે આજે આયોજિત વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષણવે વિવિધ ઝોનને ફાળવવામાં આવેલા બજેટ અંગે જાણકારી આપી હતી.

રેલવે બજેટ અંતર્ગત ગુજરાતને વિક્રમી રૂ.17155 કરોડ આપવામાં આવ્યા છે. આ ફાળવણી માથી નવા સ્ટેશન, નવા ટ્રેક અને માળખાકીય સુવિધામાં વધારો કરી મુસાફરીને સુલભ બનાવાશે, એમ તેમણે ઉમેર્યું હતું

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,739 કિમીના નવા ટ્રેકનું નિર્માણ થયું છે, જે ડેન્માર્કના સમગ્ર રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે. તેમજ ગુજરાતમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 3,144 કિ.મી. 97 ટકા વિદ્યુતીકરણ થયું છે. હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં (નવા ટ્રેક્સ) : 42 પ્રોજેક્ટ્સ છે. જેની લંબાઈ 2,948 કિમી અને અંદાજિત ખર્ચ 30,826 કરોડ થશે

87 અમૃત સ્ટેશનો વિકાસાવાશે- રૂ. 6,303 કરોડના 87 અમૃત સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા જે.એન., બોટાદ જે.એન., ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઇ જં., દાહોદ,  ડાકોર, દેરોલ, ધ્રાગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જે.એન., ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામ વંથલી, જામનગર, જૂનાગઢ જે.એન., કલોલ જે.એન., કાનાલુસ જે.એન., કરમસદ, કેશોદ, ખંભાળીયા, કીમ, કીમ, કોસંબા જે.એન.,

લખતર, લીંબડી, લીમખેડા, મહેમદાવાદ ખેરા રોડ, માહેસ્ના જે.એન., મહુવા, મણિનગર, મીઠાપુર, મીયાગામ કરજણ જે.એન., મોરબી, નડિયાદ જે.એન., નવસારી, ન્યુ ભુજ, ઓખા, પડધરી, પાલનપુર જે.એન., પાલીતાણા, પાટણ, પોરબંદર, પ્રતાપનગર, રાજકોટ જંકશન, રાજુલા જે.એન., સાબરમતી બી.જી., સાબરમતી એમ.જી., સચીન, સામખિયાળી, સંજાણ, સાવરકુંડલા, સાયન, સિધ્ધપુર, સિહોર જં, સોમનાથ, સોનગઢ, સુરત, સુરેન્દ્રનગર, થાન, ઉધના, ઉદવાડા, ઉમરગામ રોડ, ઊંઝા, ઉધના, ઉત્તરાણ, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્વામિત્રી જે.એન., વાંકાનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.