Western Times News

Gujarati News

ગુજરાતને રેલવે ફાટક મુક્ત બનાવવાની યોજનાને મંજૂરી

file

છેલ્લાં એક દસકામાં લગભગ ૧૦૫૦ લેવલ ક્રોસિંગને અંડર બ્રિજ કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે.

ગાંધીનગર, ગુજરાતના મુખ્ય ૮૩ લેવલ ક્રોસિંગને અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી રાજ્યને ફાટક મુક્ત બનાવવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતને સંપૂર્ણ રીતે ફાટક મુક્ત બનાવવાની આ યોજના ૧૩૯૩ કરોડ રૂપિયાની છે. જે હેઠળ રાજ્યના ૮૩માંથી ૧૧ લેવલ ક્રોસિંગને અંડર કે ઓવર બ્રિજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, છેલ્લાં એક દસકામાં લગભગ ૧૦૫૦ લેવલ ક્રોસિંગને અંડર બ્રિજ કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે. તેમજ ગુજરાતમાં બ્રોડગેજ નેટવર્ક પરના તમામ માનવરહિત લેવલ ક્રોસિંગ ૨૦૧૮માં જ નાબુદ કરી દેવાયા છે. ગુજરાતમાં જે ૮૩ લેવલ ક્રોસિંગને નાબુદ કરવાની યોજના છે.

તેમાંથી ૧૧ને તો અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે. બીજી બાજું રેલવેએ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર સાધને બેડીબંદર સાથે કનેક્ટિવિટી કટોસણ-બેચરાજી-રણુજ લાઈનનું ગેજ રૂપાંતરણ, ઉત્પાદિત કાર લોડ કરવા, દેશમાં અને નિકાસ કરવાના હેતુથી બંદરો સુધીની પરિવહન સેવા માટે મારૂતિ સુઝિકી કાર પ્લાન્ટ સુધી રેલવે સાઈડિંગ વિકસાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.