ગુજરાતમાં ૧૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે

File Photo
આ વર્ષે રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
અમદાવાદ, આ વર્ષે ગુજરાતમાં ૧૦ જૂનની આસપાસ ચોમાસું આવશે. ગુજરાતમાં ૧૦ જૂનની આસપાસ ચોમાસું પ્રવેશી શકે છે. રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. ચોમાસુ આવે તે પહેલા જ ગુજરાતમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.
આમ, તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું ૧૫ જુન બાદથી જ આવતું હોય છે. પરંતું આ વખતે વાતાવરણમાં એવા પલટા આવ્યા છે. જેને કારણે ચોમાસું વહેલા આવશે. સાથે જ આ વર્ષનું ચોમાસું ધોધમાર રહે તેવી પણ આગાહી છે. કેરળમાં આ વર્ષે વહેલું ચોમાસું આવી રહ્યું છે, ગત વર્ષે ૩૦ મેના રોજ ચોમાસું કેરળમાં આવી ગયું હતું,
તેના બાદ ૧૦ જુવને ગુજરાતના સૌરાષ્ટ્ર-દક્ષિણ કાંઠે આવીને અટકી ગયું હતું. તેના બાદ ૨૪ જુનના રોજ ચોમાસામાં ગતિ આવી હતી. તેના બાદ ૩૭ જુને આખા ગુજરાતમાં ચોમાસું છવાયું હતું. પરંતું આ વખતે ચોમાસું વહેલું આવે તે શક્્યતા છે.
ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત ત્યારે થાય છે જ્યારે તે કેરળ પહોંચે છે. સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ હોય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૮ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે ૧૭ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “કેરળમાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન થવાનો અર્થ એ નથી કે તે દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે પહોંચશે. તે ખૂબ જ પરિવર્તનશીલ છે અને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. હવામાન વિભાગેએ એપ્રિલમાં ૨૦૨૫ ના ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી
અને ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલ અલ નિનો સ્થિતિઓની શક્્યતાને નકારી કાઢી હતી. સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું ૧ જૂને કેરળ પહોંચે છે અને જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે.
આ પછી, સપ્ટેમ્બરથી, ચોમાસું ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોને વિદાય આપવાનું શરૂ કરે છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે. આ વર્ષે ચાર મહિનાના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, ૧૦૫ ટકા વરસાદ પડી શકે છે, જે ૮૭ સેમીના સરેરાશ વરસાદ કરતાં વધુ છે.