Western Times News

Gujarati News

ગુજરાતમાં ત્રણ બેઠકો માટે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ

ગુજરાતમાં ત્રણ બેઠકો માટે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારે તા. ૧૩ જુલાઈ સુધીમાં નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીશ્રીને પહોંચાડવાના રહેશે

ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભા માટે ત્રણ સભ્યોની ચૂંટણી તા.૨૪ જુલાઈ-૨૦૨૩ના રોજ યોજાનાર છે. ઉમેદવારે અથવા તેમના કોઈપણ દરખાસ્ત કરનારે નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીને અથવા મદદનીશ નિર્વાચન અધિકારીને ગુજરાત વિધાનસભા સચિવાલય, ત્રીજો માળ, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, સેક્ટર -૧૦, ગાંધીનગર ખાતે તા.૧૩ જુલાઈ-૨૦૨૩ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કોઈપણ દિવસે સવારે ૧૧-૦૦ થી બપોરના ૦૩-૦૦ કલાક દરમિયાન પહોંચાડવાના રહેશે.

આ માટે નામ-નિર્દેશનપત્રોના નમૂના નિર્વાચન અધિકારીની કચેરીમાં કચેરી સમય દરમિયાન મળી રહેશે.  નામ-નિર્દેશનપત્રોની ચકાસણી તા.૧૪ જુલાઈ-૨૦૨૩ના રોજ બપોરના ૦૧-૩૦ કલાકે નિર્વાચન અધિકારીની કચેરીમાં કરવામાં આવશે.

ઉમેદવારી પાછી ખેંચવાની સૂચના ઉમેદવાર અથવા તેમની દરખાસ્ત કરનાર અથવા ઉમેદવારે જેમને લેખિતમાં સત્તા આપી હોય એવા ચૂંટણી એજન્ટે નિર્વાચન અધિકારી અથવા મદદનીશ નિર્વાચન અધિકારીની કચેરીમાં તા ૧૭ જુલાઈ-૨૦૨૩ના રોજ બપોરના ૦૩-૦૦ કલાક પહેલાં આપી શકાશે. આગામી તા.૨૪ જુલાઈ-૨૦૨૩ના રોજ સવારના ૦૯-૦૦ થી સાંજના ૦૪-૦૦ કલાક સુધી મતદાન યોજવામાં આવશે તેમ, નિર્વાચન અધિકારી, ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.