Western Times News

Gujarati News

વ્યકિતગત ફાળવણી કરનારાઓ સોસાયટી વતી બિલ્ડર સામે ફરીયાદો નોધાવી શકતા નથી

વ્યક્તિગત એલોટીએ ડેવલપર સામે કરેલી ફરિયાદને ગુજ રેરાએ ફગાવી દીધી-અન્ય સભ્યોને પક્ષકાર બનાવ્યા ન હોવાના ગ્રાઉન્ડ પર રેરાએ આ દાવો નકાર્યો

(એજન્સી)અમદાવાદ, ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ની બેન્ચે શહેરના બોપલ આંબલી રોડ પર આવેલા સંકલ્પ ગ્રેસ-ર એપાર્ટમેન્ટના સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલા દાવાને ફગાવી દીધો છે. સભ્યોને ડેવલપર સામે બ્રોશરમાં જણાવ્યા મુજબની સુવિધાઓ તેમજ સામાન્ય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓએ અંગે ફરીયાદ કરી હતી.

વ્યકિતગત ફાળવણી કરનારાઓ સર્વીસ સોસાયટી વતી ફરીયાદો નોધાવી શકતા નથી. સોસાયટી દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી ન હતી અને અન્ય એલોટીઓને કાયદાકીય કાર્યવાહીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા ન હોવાને કારણે આધારે રેરાએ આ દાવો ફગાવી દીધો હતો.. રેરાએ એમ પણ જણાવ્યું હતું કે અરજદાર તેમના કેસને સમર્થન આપવા માટે પુરતા પુરાવા આપવામાં નિષ્ફળ રહયા છે.

સંકલ્પ ગ્રેસ-ર ઘર ખરીદનાર સોનલ પટેલ અને અન્ય પાંચ લોકોએ રેરામાં ફરીયાદ નોધાવી હતી કે બિલ્ડર દ્વારા જરૂરી ફી ચુકવવામાં નિષ્ફળતાને કારણે નર્મદા પાણીનું જોડાણ બંધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોરવેલમાંથી પણ પાણી પુરું પાડવામાં આવતું નથી. ફરીયાદમાં ડેવલપર દ્વારા વચન મુજબ પાર્કીગની યોગ્ય સુવિધાના અભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

જેના પરીણામે ડીબ્લોકના રહેવાસીઓને તેમના વાહન બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે અંડરગ્રાઉન્ડ પાર્કીગ અસુવિધાજનક હતું જેમાં સાંકડી જગ્યાને કારણે મોટા વાહનોને ટર્ન લેવાનું મુશ્કેલ બને છે. ફરીયાદીઓએ જીમ્નેશીયમ ફાયર સેફટી સુરક્ષા વ્યવસ્થા અને બ્રોશરમાં બતાવવામાં આવેલી અન્ય સુવિધાઓ સંબંધીત મુદાઓ પણ ઉઠાવ્યા હતા.

જોકે, ડેવલપર જીંજર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લીમીટેડ આ આધાર પર અરજીનો વિરોધ કર્યો હતો કે ફરીયાદને બાકીના એલોટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું.. અને તેથી કાયદા મુજબ તે જાળવી શકાય તેવું નથી. ફરીયાદકર્તાઓના એક ડેવલપરે જણાવ્યું હતું કે તે મિલકતનો પ્રથમ ખરીદનાર પણ નથી અને તેથી તેની અરજીમાં સામેલ થવાનો કોઈ અધીકાર નથી.

ડેવલપરે દલીલ કરી હતી કે નર્મદા જળ જોડાણ એ સુવિધા નથી અને બ્રોશરમાં તેનું વચન આપવામાં આવ્યું નથી. ફાળવણી કરનારાઓ તેમને ફાળવવામાં આવેલી પાર્કીગ સુવિધાનો ઉપયોગ કરી રહયા છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેરાના સભ્ય એમએ ગાંધીએ અરજી ફગાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.