મહીલા સાપ્તાહીક ‘શ્રી’નું સુકાન ચાર દાયકાથી સંભાળનાર સ્મૃતિબેનની ચિરવિદાય

ગુજરાત સમાચારનાં સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહની ચિરવિદાય
(એજન્સી)અમદાવાદ, ‘ગુજરાત સમાચારર’ના ડિરેકટર ગુજરાતી પત્રકારમાં નેત્રદીપક યોગદાન આપનાર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગુરુવારે મોડી સાંજે નીધન થયું છે. માત્ર ગુજરાત સમાચાર પરીવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર અખબારી આલમ માટે તેમના અવસાનથી સૌ કોઈ ખાલીપો અનુભવશે.
સ્મૃતિભાભીના હુલામણા નામે અત્યંત લોકપ્રીય બનેલાં આ મહીલા તંંત્રીએ ગુજરાત સમાચારના મહીલા સાપ્તાહીક ‘શ્રી’નું સુકાન ચાર દાયકાથી વધુ સમય માટે સંભાળ્યું હતું. સાહીત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રે સવ્યસાચી ગણાતાં સ્મૃતિભાભી બહુમુખી પ્રતીભા ધરાવતા હતાં.
તેમનું વ્યકિતત્વ પોલાદી, ઉપરથી વ્રજ સમાન કઠોર અને કુસુમથી પણ કોમળ હતું. સ્વભાવે સ્પષ્ટ વકતા ગણાતાં સ્મૃતિભાભીની નિર્ણય લેવાની ક્ષમતા બેમીસાલ હતી. ગુજરાત સમાચાર પરીવાર માટે તેઓ સંકટમોચક ગણાતાં. અત્યંત વિકટ પરીસ્થિતીમાં જળકમળવત રહીને ઘડીના છઠ્ઠાભાગમાં ત્વરીત નિર્ણય લેવાની તેમની કોઠાસુઝ અનન્ય હતી.
કોઈની પણ શેહશરમમાં આવ્યા સિવાય પોતાનો નીરક્ષીર વિવેક દાખવીને તેઓ કોઈપણ બાબતનો ફેસલો કરતાં. સ્મૃતીભાભીની સ્મરણ શકિતનો જોટો જડે તેમ નથી. એ દૃષ્ટિ તેમનું નામ સ્મૃતિ સાર્થક ગણી શકાય. ભાષાશુદ્ધિ ઉચ્ચારશુદ્ધિ વાકયરચનામાં સર્જનાત્મકતા તેઓ આગ્રહી હતાં.
રસોઈકળામાં અત્યંત માહેર હોવા ઉપરાંત સંગીત ફેશન ડીઝાઈનીગ અને લેટેસ્ટ ટ્રેન્ડ સાથે ફેશન ડીઝાઈનીગ અને લેટેસ્ટ ટ્રેન્ડ સાથે તેઓ સતત તાલ મિલાવતાં રહેતાં તેઓની વાંચન ક્ષમતા સવીશેષ હતી. સાથોસાથ ધાર્મિક અને આધ્યાત્મીક વૃત્તિ પણ.
ગુજરાત સમાચારના મેનેજીગ તંત્રી શ્રેયાંસભાઈ સાથે આજીવન ખભેખભે મિલાવીને જીવનયાત્રા કંડારનાર સ્મૃતિભાભીની વિદાયથી બાહુબલીભાઈ શાહ નિર્મમભાઈ અને અમમભાઈ અને નિકટના પરીવારજનોએ જ નહી ગુજરાતી અખબારી જગતે એક સ્નેહીજન ગુમાવ્યાં છે. નવી પેઢીના યુવાન પત્રકારોએ પોતાનો એક રાહબર ગુમાવ્યા છે.
શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કર્યુ હતું કે, ગુજરાત સમાચાર પરિવાર પ્રત્યે મારી સંવેદના. શ્રીમતી સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું અવસાન ભારતીય પત્રકારત્વ માટે એક મોટું નુકસાન છે. તેઓ હિંમત, બુદ્ધિ અને નીડરતા પૂર્ણ પત્રકારત્વ માટે જાણીતા હતા. શ્રીમતિ સ્મૃતિબેન ખરેખર એક લોખંડી મહિલા હતા . જેમનો ખાલીપો ગુજરાતી પત્રકારત્વમાં ખૂબ જ અનુભવાશે. સમગ્ર ગુજરાત સમાચાર પરિવાર પ્રત્યે મારી સંવેદના. સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે,,ઓમ શાંતિ.