ગુજરાત સાયન્સ સિટી 15 ઓગષ્ટ 2022,ને સોમવારના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે
ટિકિટ મોબાઈલ એપ કે વેબસાઇટ પર એડ્વાન્સમાં બુક કરાવી શકાશે
ઓગષ્ટ 8,2022 : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાય ને વિજ્ઞાન સાથે જોડતું લોકપ્રિય સ્થળ બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે નવા આકર્ષણો સાથે 2.0 ખુલ્લુ મુકાયું ત્યારથી મુલાકાતીઓનો અવિરત પ્રવાહ સાયન્સ સિટી ખાતે ચાલુ રહ્યો છે.
ગુજરાત સાયન્સ સિટી વિવિધ આકર્ષણો અબાલ વૃદ્ધ સહુને આકર્ષે છે. એડયુંટેન્મેંટ નું માનીતું સ્થળ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓની સુવિધાઓ માં સતત વધારા સાથે વૈજ્ઞાનિક અભિગમ થકી મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કાર્યરત છે.
આઝાદીની ઉજવણીના ઉત્સાહમાં વધારો કરવા ગુજરાત સાયન્સ સિટી 15 ઓગષ્ટ 2022ને સોમવારના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે. મુલાકાતીઓ સ્વાતંત્ર્ય દિન ના પર્વની ઉજવણી સાથે રજામાં સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે. મુલાકાતીઓ તેમની ટિકિટ મોબાઈલ એપ કે વેબસાઇટ પર એડ્વાન્સમાં બુક કરાવી શકે છે.
આઝાદી ક અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં આઝાદીના પર્વની ધામધુમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લઈ મુલાકાતીઓ ઉજવણીનો આનંદ બમણો કરી શકશે.