Western Times News

Gujarati News

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ધોલેરા સહિતના સ્થળોએ વર્ટીપોર્ટ વિકસાવવાની તૈયારીઓ

ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા શરૂ કરવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી

ગુજરાત સરકારની વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા પહેલ – મુખ્ય મુદ્દાઓ:

  • ગુજરાત સરકારે રાજ્યમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા શરૂ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
  • આ સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છના માંડવી અને ધોલેરા સહિતના વિવિધ સ્થળોએ વર્ટીપોર્ટ વિકસાવવાની શક્યતાઓ તપાસવામાં આવશે.
  • આ સેવાઓ શહેરી ટ્રાફિકને પાર કરવા માટે વિશેષ તક પૂરી પાડશે અને ટૂંકા અંતરના પ્રવાસ માટે નવી વિકલ્પ આપશે.
  • મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, આવશ્યક દવાઓની હેરફેર અને આપત્તિ સમયે રાહત કાર્યોમાં આ સેવાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.

(એજન્સી)ગાંધીનગર, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક દફતર દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના તમામ રાજ્યોને વીપોર્ટ વિકસાવવા માટે એડવાઈઝરી અપાઈ હતી.

ત્યાર બાદ ગુજરાત સરકારે પણ જોરદાર પગલું ભરી રાજ્યમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા શરૂ કરવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.

વર્ટીપોર્ટ એટલે કે વર્ટીકલ ટેકઓફ એન્ડ લેન્ડીંગ માટે તૈયાર ખાસ પ્રકારના પ્લેટફોર્મ, જ્યાંથી નાના હેલિકોપ્ટરો, ડ્રોન અથવા ઈફ્‌ર્ંન્ એરક્રાફ્ટ ઉડી શકે અને ઉતરી શકે. આવી સેવાઓ દ્વારા લોકો ટૂંકા અંતરના પ્રવાસ માટે એર ટેક્સી તરીકે વિમાન સેવા લઈ શકે છે, જે ખાસ કરીને શહેરોમાં ટ્રાફિકને પાર કરવાની અનોખી તક પૂરી પાડી શકે છે.

નાગરિક ઉડ્ડયન વિભાગના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી છે. કમિટીમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છના માંડવી, અને ધોલેરા સહિત વિવિધ સ્થળોએ જગ્યા શોધીને વર્ટીપોર્ટ વિકસાવવાની શક્્યતા અંગે રિપોર્ટ તૈયાર કરશે.

આ પહેલ ગુજરાત માટે માત્ર ટેક્નોલોજી નહીં, પણ આરોગ્ય, સુરક્ષા અને શહેરી પરિવહન માટે પણ વિક્રમસ્વરૂપ બની શકે છે. ખાસ કરીને મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, લાઈફસેવિંગ દવાઓની હેરફેર, અને આપત્તિના સમયે ઝડપથી રાહત પહોંચાડવા માટે એર ટેક્સી અને ડ્રોન સર્વિસ અત્યંત ઉપયોગી બની શકે છે.

ભવિષ્યમાં જ્યારે બુલેટ ટ્રેનના સ્ટેશનો શરૂ થશે, ત્યારે શહેરી વિસ્તારોથી આ વર્ટીપોર્ટ મારફતે ટૂંકા સમયમાં સ્ટેશન સુધી પહોંચવું સરળ બનશે. અમદાવાદથી ધોલેરા અથવા સુરત એરપોર્ટ સુધી જવા માટે પણ વર્ટીપોર્ટથી ઉડેલી એર ટેક્સી એક ક્રાંતિ લાવી શકે છે.

રાજ્ય સરકારે આ યોજનાને આગળ ધપાવવા માટે રૂપરેખા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ અને ટેક્નોલોજી સિદ્ધાંતો પર આધારિત અભ્યાસ શરૂ કર્યો છે. વિશ્વભરના દેશો જેમ કે દુબઈ, યુએસ અને ચીનમાં ઈવીટીઓએલ અને એર ટેક્સી સેવાઓ શરૂ થઈ છે, તેમ ગુજરાત પણ હવે આવું પહેલું રાજ્ય બની શકે છે જ્યાં એવી સર્વિસ પ્રાયોગિક ધોરણે શરૂ થાય.

હવે તમામ દૃષ્ટિ આ હાઈ લેવલ કમિટીના રિપોર્ટ તરફ છે, જે નજીકના દિવસોમાં રાજ્ય સરકારને સોંપાશે. જો બધું યોગ્ય રીતે ચાલે તો ગુજરાત ૨૦૨૫ના અંત સુધીમાં પોતાના પહેલા વર્ટીપોર્ટથી એર ટેક્સી સેવા શરૂ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.