Western Times News

Gujarati News

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત હાંસલ થઈ છેઃમુખ્યમંત્રી

કમલમમાં પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જીતની ઉજવણી

ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઇ રહી છે. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાયો હતો. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી હતી. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરી આપી હતી. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. ૬૬ નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ ૧૮૪૪ બેઠકો હતી જેમાંથી ૧૬૭ બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. રાજ્યના ૬૮માંથી ૬૬ નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે ૬૬માંથી ૬૨ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.

જ્યારે કોંગ્રેસને માત્ર ૧ નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.

જીત પર સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ૬૨ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. અમારી કલ્પના હતી તેમા હજુ કચાસ રહી હોય તેવું લાગ્યું છે. તમામ ૬૮ નગરપાલિકા જીતવાનું લક્ષ્ય હતુ, સપાને ૨ અને કોંગ્રેસને ૧ નગરપાલિકા મળી છે. ૭ નગરપાલિકામાં તમામ બેઠકો ભાજપે જીતી છે. વડાપ્રધાન મોદીને પ્રચંડ જન સમર્થન મળ્યું છે.કોંગ્રેસ પાસે ૧૩ નગરપાલિકા હતી ૧૨માં હાર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ પણ હારનો સામનો કરવો પડ્‌યો છે. અમે પ્રજાએ મુકેલા વિશ્વાસને એળે નહિ જવા દઈએ. જીત બાદ હવે જવાબદારીઓ પણ વધી છે.

ભાજપના વિજ્યોત્સવ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું હતું કે, ૬૬ નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે.વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપને જીત મળી છે. પાર્ટી અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે. હું અને મારી ટીમ વધુ નિષ્ઠાથી કામ કરીશુ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ગ્રાન્ડ વિજય મેળવ્યો છે.

૬૮ નગરપાલિકાઓમાં ૧૪૦૩ બેઠકો પર જીત મેળવી, ભાજપે ગતચૂંટણીના તમામ રેકાર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે.ભુપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલની નેતૃત્વમાં પક્ષે મોટી સફળતા હાંસલ કરી છે. તેમનો નેતૃત્વ જનતાના પ્રચંડ આશીર્વાદથી મજબૂત બન્યો છે, અને ભાજપે ફરી એકવાર આ ચર્ચામાં આગળ રહી છે. વિપક્ષ અને તેમનાં જૂથવાદી મુદ્દાઓએ કોઈ અસર ન કરી,

જ્યારે મોદીના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશના મજબૂત નેતૃત્વના કારણે ભાજપને આશાપૂર્વક સક્રિય અને સુપ્રસિદ્ધ કાર્યને અનુસરવામાં મદદ મળી. ત્યારે કોંગ્રેસનો વધુ એક ચૂંટણીમાં કારમો હાર થયો છે.જેમાં માત્ર ૨૬૨ બેઠકો પર સીમિત રહી અને જ્યારે બાકી અન્ય પક્ષો મળીને માત્ર ૨૪૭ બેઠકો પર જ મર્યાદિત રહી ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.