Western Times News

Gujarati News

ગુજરાત ટાઇટન્સે સૌપ્રથમ ટાઇટન્સ રાઇઝિંગ BGMI ટુર્નામેન્ટના વિજેતા જાહેર કર્યા

ભવિષ્યની ઇસ્પોર્ટ્સ પહેલ માટેનો માર્ગ તૈયાર કર્યો

અમદાવાદ, ગુજરાત ટાઇટન્સ 6થી 27 ઓક્ટોબર2024 સુધી યોજાયેલી તેની સૌપ્રથમ ટાઇટન્સ રાઇઝિંગ બીજીએમઆઈ ટુર્નામેન્ટના સફળ સમાપનની જાહેરાત કરતા રોમાંચિત છે. આ ટુર્નામેન્ટે ભારતીય બીજીએમઆઈ કમ્યૂનિટીમાં અભૂતપૂર્વ પ્રતિભાઓ અને જુસ્સો દર્શાવ્યો હતો જેનું સમાપન 27 ઓક્ટોબરે દિલધડક ગ્રાન્ડ ફિનાલેમાં થયું હતું. MOGO Esports સૌપ્રથમ ટાઇટન્સ રાઇઝિંગ ચેમ્પિયન્સ બન્યા હતા. Gujarat Titans’ Inaugural “Titans Rising” BGMI Tournament Crowns Champion, Sets Stage for Future Esports Initiatives.

 પરંપરાગત રમતો અને ઇસ્પોર્ટ્સ વચ્ચેના અંતરને પૂરનારા એક અનોખા પગલાંમાં 2024ના ટાઇટન્સ રાઇઝિંગ ટુર્નામેન્ટના પસંદગી પામેલા પ્લેયર્સ 2025ની સિઝન દરમિયાન એક સ્પેશિયલ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં ગુજરાત ટાઇટન્સના ક્રિકેટરો સાથે વાતચીત કરશે અને રમશે. અગ્રણી ઇસ્પોર્ટ્સ એથ્લીટ્સ અને તન્મય “Sc0utOP” સિંહ, દીપક “Sensei” નેગી તથા અન્ય ગેમિંગ કન્ટેન્ટ ક્રિએટર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં કેટલાક રોમાંચક કન્ટેન્ટ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત ટાઇટન્સ સાથે સહયોગ કરતા જોવા મળશે. આ પહેલ ન કેવળ વિજેતા ટીમ માટે અનોખો અને લાભદાયક અનુભવ પૂરો પાડશે પરંતુ ક્રિકેટ તથા ઇસ્પોર્ટ્સ બંનેના ચાહકો માટે રોમાંચક ક્રોસઓવર કન્ટેન્ટ પણ ઊભું કરશે.

 સમગ્ર ભારતમાં આશાસ્પદ બીજીએમઆઈ પ્લેયર્સને સર્વોચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ટાઇટન્સ રાઇઝિંગની રચના થઈ હતી. ટુર્નામેન્ટના સ્ટ્રક્ચરમાં એક ટિયર્ડ ક્વોલિફિકેશન સિસ્ટમ હતી જેની શરૂઆત ક્વોલિફાયર્સથી થઈ હતી જે તમામ માટે એક્સેસિબલ હતા. ઓપન ક્વોલિફાયર્સ માટે 2,048 ટીમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું તેના પરથી જ ટુર્નામેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને તેની પહોંચ જણાઈ આવી હતી.

આ ટીમોએ જોરદાર સ્પર્ધા કરી હતી જેમાં વિજેતાઓ પ્રી-ક્વાર્ટર્સ, ક્વાર્ટર-ફાઇનલ્સ અને સેમી-ફાઇનલ્સ તરફ આગળ વધ્યા હતા. પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સમાં 32 આમંત્રિત પ્રોફેશનલ ટીમ્સ સાથેની ક્વોલિફાઇડ ટીમ્સ જોવા મળી હતી જેણે સ્પર્ધાની હોડ અને તીવ્રતા વધારી હતી.

 સમગ્ર ટુર્નામેન્ટનું ઓફિશિયલ ગુજરાત ટાઇટન્સ યુટ્યૂબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને દેશભરના ચાહકોએ સીધી નજર સમક્ષ જ આ એક્શન નિહાળી હતી. આ પ્રસારણને 3.2 મિલિયન વ્યૂઝ અને 2,87,000 જોવાયેલા કલાકોની નોંધપાત્ર વ્યૂઅરશિપ મળી હતી. ટુર્નામેન્ટ દરમિયાન જીટીના યુટ્યૂબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 50 મિલિયન ઇમ્પ્રેશન્સ અને 2.1 મિલિયન એન્ગેજમેન્ટ્સ નોંધાયા હતા. આ આંકડા ટુર્નામેન્ટની નોંધપાત્ર પહોંચ અને એન્ગેજમેન્ટ દર્શાવે છે જે ઇસ્પોર્ટ્સ કમ્યૂનિટીમાં ગુજરાત ટાઇટન્સની નોંધપાત્ર હાજરીને મજબૂત કરે છે.

 પોતાની કુશળતા અને પ્રતિબદ્ધતા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ અને પ્લેયર્સને બિરદાવવા માટે સ્પર્ધામાં રૂ. 22,00,000ની જંગી ઇનામી રકમ રાખવામાં આવી હતી. ટીમ પ્રાઇઝ ઉપરાંત ‘મોસ્ટ વેલ્યુએબલ ટાઇટન’, ‘મેન ઓફ ધ મેપ્સ’ અને ‘બેસ્ટ આઈજીએલ’ જેવા વ્યક્તિગત એવોર્ડ્સે અદ્વિતીય વ્યક્તિગત યોગદાનને સન્માનિત કર્યા હતા અને સ્પર્ધાત્મક ભાવનાને ઉત્તેજન આપ્યું હતું.

આ નોંધપાત્ર સન્માનો ઉપરાંત ટાઇટન્સ રાઇઝિંગ ટુર્નામેન્ટે ઇસ્પોર્ટ્સની દુનિયામાં આગળ આવવાની ઇચ્છા વ્યક્ત કરનારાઓને સશક્ત બનાવવાનો ઉદ્દેશ ધરાવતા ‘રાઇઝિંગ ટાઇટન્સ’ અને ‘રાઇઝિંગ ટાઇટન્સ સ્ક્વોડ’ જેવા એવોર્ડ્સથી યુવા અને ઊભરતા ઇ-એથ્લીટ્સના સમૂહને સન્માનિત કર્યા હતા.

 કોઈ આઈપીએલ ટીમ દ્વારા આયોજિત સૌપ્રથમ ઇસ્પોર્ટ ટુર્નામેન્ટની સફળતા અંગે ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે “અમે ટાઇટન્સ રાઇઝિંગ અને અમારા ચાહકોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદથી ખૂબ જ રોમાંચિત છીએ.

ઇસ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રવેશનારી પ્રથમ આઈપીએલ ફ્રેન્ચાઇઝી તરીકે ટાઇટન્સ રાઇઝિંગે એક એવો અનુભવ બનાવ્યો હતો જેને ચાહકોના એક નવા જ વર્ગે માણ્યો હતો અને અમારા હાલના ચાહકોના વર્ગને જોડાવા માટે વધુ એક જગ્યા આપી હતી. ગુજરાત ટાઇટન્સ અમારા ચાહકો અને સમર્થકો સાથેના જોડાણને વધારવા માટે નવી અને સમકાલિન જગ્યાઓ શોધવાનું ચાલુ રાખશે.”

 ગુજરાત ટાઇટન્સ સમુદાયના વિકાસનું જતન કરવા અને ઊભરતા પ્લેયર્સ માટે તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. ટાઇટન્સ રાઇઝિંગ એ કેવળ એક જ વખતની ઇવેન્ટ નથી પરંતુ ગુજરાત ટાઇટન્સના લાંબા ગાળાની ઇસ્પોર્ટ્સ સ્ટ્રેટેજીની આધારશિલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.