ગુજરાત ટાઇટન્સે ચાહકો માટે રોમાંચક સ્ટ્રીટવેર કલેક્શન પ્રસ્તુત કર્યું
કનિકા ગોયલ દ્વારા ડિઝાઇન કરેલું કલેક્શન પ્રસ્તુત કરવા લેક્મે ફેશન વીક X FDCIમાં શૉસ્ટોપર તરીકે શુબમન ગિલે આકર્ષક લૂક સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા
ટાટા આઇપીએલ 2022 સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે મુંબઈમાં લેક્મે ફેશન વીક x FDCIમાં એક્સક્લૂઝિવ સ્ટ્રીટવેર કલેક્શન પ્રસ્તુત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન શુબમન ગિલ અન્ય મોડલ્સ સાથે શૉસ્ટોપર તરીકે રેમ્પ પર ચાલ્યાં હતાં તથા કનિકા ગોયલે ડિઝાઇન કરેલું કલેક્શન પ્રસ્તુત કર્યું હતું. Gujarat Titans launches all-new streetwear collection designed by Kanika Goyal
આ ઇવેન્ટ ટોચના પ્રદર્શનો, કન્વેન્શન અને સામાજિક કાર્યક્રમો માટે ભારતના સૌથી મોટા અને લોકપ્રિય સ્થાન તેમજ મુંબઈના બિઝનેસ ડિસ્ટ્રિક્ટના હાર્દ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી.
ટાટા આઇપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનું કનિકા ગોયલે ડિઝાઇન કરેલું કલેક્શન નવીન પ્રકારના એથ્લેઇઝરને પ્રસ્તુત કરે છે, જે તમામ માટે રિલેક્સ, મનોરંજક, કલરફૂલ વસ્ત્રો માટે ટ્રેન્ડ સ્થાપિત કરશે. ટાટા આઇપીએલની પ્રથમ સિઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સને પ્રાપ્ત સફળતા અને સપોર્ટ પછી ટીમનો ઉદ્દેશ ચાહકોને ટીમના ઉત્સાહનો અનુભવ પ્રદાન કરવાનો છે.
સ્ટ્રીટવેર કલેક્શન પર ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિન્દર સિંહે કહ્યું હતું કે, “ગુજરાત ટાઇટન્સ હંમેશા અલગ તરી આવવામાં માને છે અને અમારા ચાહકો સાથે વિવિધ રીતે જોડાવા ઇચ્છે છે. અમારા ચાહકોને ટીમની વધુ નજીક લાવવાની અમારી યોજનાના ભાગરૂપે કનિકા ગોયલ સાથે જોડાણ એ દિશામાં એક વધુ પગલું છે. અમારા યુવાન અને ભવિષ્યના આશાવાદી ક્રિકેટર શુબમનને આ પ્રકારના કાર્યક્રમમાં શૉસ્ટોપર તરીકે જોવાનું આનંદદાયક હતું.”
કનિકા ગોયલનું પ્રસિદ્ધ લેબલ કેજીએલ એની ઊડીને આંખે વળગે એવી નવીનતાઓ તથા રંગ અને ટેક્સચરના ઇન્ટરપ્લે માટે જાણીતું છે. આ રેન્જ માટે કનિકાએ ગુજરાતની ઘણી બાબતોમાંથી પ્રેરણા મેળવી હતી. કલેક્શન ખુશીઓના કલરને પ્રતિબિંબિત કરે છે – ઓરેન્જ, સેરુલીઅન બ્લૂ, લિલાક્સ અને યેલ્લો – જેમાંથી આ કલરના એપેરેલ ધારણ કરનાર ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો સંચાર થશે, તો તેમની મનપસંદ ટીમ – ગુજરાત ટાઇટન્સ પર આનંદ મળશે. જ્યારે સ્ટાઇલિશ પેનલ્સ લાઇનની સૌથી ઉપર છે, ત્યારે કલર બ્લોકિંગ આગળ આવ્યાં છે.
એથ્લેઇઝર સ્ટ્રીટવેર એપેરલના બે સેગમેન્ટ હશે – એફડીસીઆઈ સાથે જોડાણમાં લેક્મે ફેશન વીકમાં પ્રથમ ઓટોમ્ન/વિન્ટર લાઇન અને બીજું, પછીના તબક્કે પ્રસ્તુત થનાર સ્પ્રિંગ/સમર 2023 કલેક્શન.
અહીં સ્ટ્રીટવેર ગુજરાત ટાઇટન્સના ક્રિકેટપ્રેમીઓની લાગણીનો પડઘો પાડશે, ખાસ કરીને જ્યારે તેઓ ટીમના સદાબહાર જુસ્સાનું પ્રદર્શન કરશે ત્યારે.
કનિકા ગોયલે કહ્યું કે, ‘આ કલેક્શન સાથે ક્રિકેટ અને ફેશનને એકમંચ પર લાવવાની ખુશી છે, જે ક્રિકેટપ્રેમીઓના સતત ઉત્સાહમાં એથ્લેઇઝર ઉમેરે છે. કેજીએલ ટીમ અને મને રેમ્પ પર જીવન લાવતા કલેક્શનને જોઈને આનંદ થયો છે તથા અમારી જેમ ક્રિકેટપ્રેમીઓને પણ પસંદ પડશે એવી આશા છે.’
રાઇઝ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના હેડ જસપ્રીત ચંડોકે કહ્યું હતું કે, “એફડીસીઆઈ સાથે જોડાણમાં લેક્મે ફેશન વીકમાં અમે હંમેશા માનીએ છીએ કે, નવીનતા અને અલગ પ્રકારના જોડાણ ફેશન માટે આતુર દુનિયા માટે દ્વાર ખોલશે, જેના પરિણામે ભારતીય ફેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે.
આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સાથે અમારું જોડાણ, જે ભારતમાં સૌથી વધુ મનપસંદ રમત અને દેશની સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ વચ્ચે જોડાણ કરે છે, જે એ કટિબદ્ધતાનો પુરાવો છે. અમને આ ભાગીદારીને ફળદાયક બનાવવા પ્રોત્સાહન મળ્યું છે અને નવી એપેરેલ રેન્જ પ્રસ્તુત કરવા રોમાંચિત છીએ, જે દેશભરના ક્રિકેટપ્રેમીઓને ચોક્કસ પસંદ પડશે.”