Western Times News

Gujarati News

આ તારીખથી મળશે Gujarat Titans ટાટા IPLની પ્રથમ મેચની ટિકિટો

ટાટા આઇપીએલ 2023ની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની પ્રથમ મેચ માટે ટિકિટો 10 માર્ચ, 2023થી ઉપલબ્ધ

ગુજરાત ટાઇટન્સે 10 માર્ચ, 2023ને શુક્રવારે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં તેમની ઘરઆંગણે રમાનારી પ્રથમ મેચ માટે ટિકિટ જાહેર કરી છે. વર્ષ 2022ની ચેમ્પિયન્સ આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘરઆંગણે સાત મેચ રમશે –  તેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હશે. ટિકિટ ભારતીય સ્થાનિક સમય (આઇએસટી) મુજબ સાંજે 6 વાગ્યાથી ઉપલબ્ધ થશે. GUJARAT TITANS TO UNVEIL TICKETS FOR THEIR FIRST MATCH OF TATA IPL 2023

ગુજરાત ટાઇટન્સે TATA IPL 2023 માટે અધિકૃત ટિકિટિંગ પાર્ટનર તરીકે પેટીએમ સાથે જોડાણ કર્યું છે. ઘરઆંગણે આયોજિત તમામ મેચો માટે ટિકિટો ‘ટાઇટન્સ ફેમ’ એપ (પ્લેસ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ), ગુજરાત ટાઇટન્સની અધિકૃત વેબસાઇટ, Paytm અને Paytm insider (વેબસાઇટ અને એપ) પર ઉપલબ્ધ થશે. પછીની મેચો માટે ટિકિટો આગળ જતાં ઉપલબ્ધ થશે.

પ્રશંસકો હંમેશા GTના પ્રયાસોમાં મોખરે રહે છે અને વર્ષ 2023માં ટીમે ચાહકો માટે ટિકિટનો સરળ અને સુવિધાજનક અનુભવ ઊભો કર્યો છે. ગુજરાત ટાઇટન્સના અધિકૃત પ્લેટફોર્મ્સ અને પેટીએમ સહિત ટિકિટો ખરીદવા એકથી વધારે માધ્યમો ઉપલબ્ધ કરાવવાની સાથે ક્રિકેટપ્રેમીઓને સ્થળ પર બુકિંગ માટે એક વધુ વિકલ્પ મળશે.

વળી ટિકિટોના વેચાણ અને ટિકિટ વાઉચર્સના રિડેમ્પ્શનની સુવિધા માટે સમગ્ર ગુજરાતમાં પિક-અપ લોકેશન પણ હશે. ઉપરાંત ગ્રાહકો સાધારણ ખર્ચે તેમની ટિકિટો માટે હોમ ડિલિવરી સેવાનો લાભ પણ લઈ શકે છે.

ક્રિકેટપ્રેમીઓ તેમના વાહનો (કાર અને ટૂ-વ્હીલર્સ) માટે પાર્કિંગ સ્પેસ પણ બુક કરાવી શકે છે. નવીન પાર્કિંગ સિસ્ટમ ક્રિકેટપ્રેમીઓને Narendra Modi Stadiumની ફરતે તેમના સ્ટેન્ડની નજીકના અંતરને ધ્યાનમાં રાખીને વિવિધ લોકેશન પર પાર્કિંગ સ્પેસની સુવિધા મેળવશે. ગુજરાત ટાઇટન્સે દિવ્યાંગ દર્શકો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરી છે – જેમના માટે ટિકિટો ખાસ અધિકૃત બોક્ષ ઓફિસો પર ઉપલબ્ધ થશે.

પેટીએમ યુપીઆઈ દ્વારા થયેલી ચુકવણી ક્રિકેટપ્રેમીઓને રૂ. 500 સુધીનું કેશબેક આપશે, જે શરતો અને નિયમોને આધિન છે. ગુજરાત ટાઇટન્સ તેમના ટિકિટિંગ અભિયાન દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપે છે – જે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયાની પહેલ સાથે સુસંગત છે.

ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિન્દર સિંઘે કહ્યું હતું કે, “અમારા ટાટા આઇપીએલ 2023 અભિયાન માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ટાઇટન્સ ફેમ’ને આવકારવા અમારા માટેનો સમય છે. અમે અમારી વેબસાઇટ, ટાઇટન્સ ફેમ એપ પર યુઝરને સુવિધાજનક ટિકિટિંગ ઇન્ટરફેસ સુનિશ્ચિત કર્યું છે

તથા આ ઉપરાંત પેટીએમ અને પેટીએમ ઇનસાઇડર પર સીધી ટિકિટ ખરીદવાનો વિકલ્પ પણ આપ્યો છે. અમે ગુજરાતના ક્રિકેટપ્રેમીઓને તેમની ટીમની મેચ જોવાની તક ઝડપવા અને આપણા આઇકોનિક હોમ સ્ટેડિયમમાં વિશિષ્ટ રીતે મેચ જોવાનો અનુભવ લેવા આવકારીએ છીએ.”

ગુજરાત ટાઇટન્સ પર વધારે અપડેટ મેળવવા નીચેના સોશિયલ મીડિયા હેન્ડલ્સની મુલાકાત લોઃ અધિકૃત વેબસાઇટ: https://www.gujarattitansipl.com/


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.