Western Times News

Gujarati News

દિવાળીમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ લઇને ઉભેલી જોવા મળશે

File Photo

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે

વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે

ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસહાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિપરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે.

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે. જેથીરાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલક તેમજ તેમના પરિવારની સલામતિ જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો આ નવતર અભિગમ અપનાવ્યો છે.

આજે તા.૩૦મી ઓક્ટોબર થી તા.૦૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન હેલ્મેટસીટ બેલ્ટઓવર સ્પીડરોંગ સાઇટ ડ્રાઇવીંગ તેમજ લેન ભંગ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકને તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૂપે વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.