Western Times News

Gujarati News

ગુજરાતમાં દ્વિ-ચક્રી વાહનોની જાળ: 2 કરોડ કરતા વધુ ટુ-વ્હીલરો?

આજકાલ સરળતાથી મળતી લોનને કારણે લોકો કમસેકમ દ્વિ-ચક્રી વાહનો તો ખરીદી લે છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં દ્વિ-ચક્રી વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે તેની સામે માર્ગો લગભગ એજ રહયા છે. શહેરોમાં જૂના વિસ્તારોમાં માર્ગ પહોળા કરી શકાતા નથી કદાચ પરા વિસ્તારોમાં આ વાત સંભવ બની શકે છે. પરંતુ હકીકત તો એ છે કે રાજયભરમાં દ્વિ-ચક્રી વાહનોની જાળ બિછાઈ ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

એવરેજ ૧૦ ઘરમાંથી પ થી ૭ ઘરમાં દ્વિ-ચક્રી વાહન તો હશે તેવુ અનુમાન ખોટુ નહી હોય. એમાંય ઘણા ઘર તો એવા મળશે જેમાં સભ્ય દીઠ એક વાહન હશે. ઘરમાં ત્રણ-ચાર મેમ્બર હોય તો બધાના અલગ-અલગ દ્વિ-ચક્રી વાહન જોવા મળશે. દ્વિ-ચક્રી વાહનો કોમન થઈ ગયા છે. સાવ સામાન્ય કામ કરતા લોકો પોતાનું વાહન લઈને કામે આવે છે. આનો સીધો અર્થ એ છે લોકોનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે.

લોકો કમાતા થયા છે. મોટી- મોટી બૂમો પાડવાવાળા જોડે પણ ૮ થી ૧૦ હજારનો મોબાઈલ હશે અને ઘરમાં બે-ત્રણ દ્વિ-ચક્રી વાહન હશે. એવરેજ ઘરોમાં દ્વિ-ચક્રી વાહનો થઈ ગયા છે. જોકે બધા ઘરોમાં વાહનો હોય તે જરૂરી નથી. પરંતુ આજકાલ સરળતાથી મળતી લોનને કારણે લોકો કમસેકમ દ્વિ-ચક્રી વાહનો તો ખરીદી લે છે.
એક અંદાજ પ્રમાણે ગુજરાત રાજયમાં દ્વિ-ચક્રી વાહનોની સંખ્યા લગભગ ર.૩૦ કરોડની આસપાસ છે.

વિચારવા જેવી વાત છે કે ગુજરાતમાં તો દ્વિ-ચક્રી સાધનોની જાણે કે જાળ પથરાઈ ગઈ છે. અ.ધ.ધ… કહી શકાય તેટલા દ્વિ-ચક્રી વાહનો છે ગુજરાતની ૬-૭ કરોડની આબાદીમાંથી મોટી સંખ્યામાં દ્વિ-ચક્રી વાહનો જોવા મળી રહયા છે એક અનુમાન મુજબ રાજયમાં દર લાખની વસ્તીએ દ્વિ-ચક્રી વાહનોની સંખ્યા ૩૦,૦૦૦ કરતા વધુ છે જે ૧૯૯૦માં ૩૯ની આસપાસ હતી તેવુ તારણ છે.

પાછલા દશકોમાં તમામ પ્રકારના વાહનોનું વેચાણ વધ્યુ છે. લોકોની આવક વધતા જીવન ધોરણમાં સુધારો આવ્ય્‌ છે. પરિણામે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી વધી છે. દ્વિ-ચક્રી વાહન હવે જીવન જરૂરિયાતની વસ્તુમાં આવી ગઈ છે ક્યાંય આવવુ-જવુ હોય, અચાનક મોડી રાત્રે દોડવુ પડયુ તો દ્વિ-ચક્રી વાહન સરળ રહે છે.

આવવા- જવાની સાથે પેટ્રોલની એવરેજ સારી મળતી હોવાથી દ્વિ-ચક્રી વાહનોની ડીમાન્ડ વધી છે. આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દ્વિ-ચક્રી વાહનો હોવા એ વાતનો મજબૂત પુરાવો ગણી શકાય તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.