ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા છે. પરિવાર સાથે ઉતરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ ઉતરાયણ મનાવશે. Gujarat: Union Home Minister Amit Shah offers prayer at Shree Jagannathji Temple in Ahmedabad.
અમિત શાહ સવારે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે દર્શન કરવા ગયા હતા અને આરતી ઉતારી હતી. મંદીરના મહંત દિલીપદાસજી મહારાજ પણ આ પ્રસંગે હાજર હતા.
દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ય જશે નહીં, એટલું જ નહીં, ભાજપના કાર્યકરો સાથે ધાબા પર જઇને પતંગ પણ ઉડાડશે નહીં, તેઓ માત્ર પરિવાર સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.