અશાંતિના વાદળોથી ઘેરાયેલા વિશ્વને સત્ય અને અહિંસાનો ગાંધીમાર્ગ જ શાંતિ આપશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/0210-ah-1024x768.jpg)
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે ગાંધીદર્શન- યુવા ચારિત્ર્ય નિર્માણ વિષય પર વ્યાખ્યાન આપતા ગુજરાત વિદ્યાપીઠના ગાંધી વિચાર દર્શન વિભાગના અધ્યક્ષ ડો. પ્રેમઆનંદ મીશ્રાએ જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનોએ સતત આત્મનિરીક્ષણ અને આત્મપરિક્ષણના ગાંધીમાર્ગને અનુસરી સ્વભવિષ્યની કેડી કંડારવી પડશે. આધુનિક સંશાધનોએ ઉભી કરેલી વ્યવસ્થાઓ વચ્ચે પણ સત્યના માર્ગને અનુસરવું પડશે.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે અશાંતિના વાદળોથી ઘેરાયેલા વિશ્વને સત્ય અને અહિંસાનો ગાંધીમાર્ગ જ શાંતિ અને પ્રગતિ આપશે. યુવા ભારતનું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખૂબજ મહત્વની ભૂમિકા અદા કરી શકશે.
ગાંધી જયંતિ ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલ વ્યાખ્યાનના કાર્યક્રમનું સંચાલન ર્ડા. દિલીપ ચારણે કર્યુ હતું. આભારવિધી ડો. ફાલ્ગુની પરીખે કરી હતી. આ પ્રસંગે ડો. ધુતિ યાજ્ઞિક, ડો. નીશા રામપાલ, ર્ડા. યોગેશ પારેખ, એચ.કે. ઠાકર, ડો. કૌશિક રાવલ, ર્ડા. અશ્વિન ભાવસાર, નીલાંગી પટેલ, શ્રી બળદેવભાઈ પટેલ, પ્રા. નુસરત શેખ, માયાબેન તીવારી વગેરે હાજર રહયા હતા.
પ્રો. રોનીકાબોઝ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો શ્રી પ્રેમસીંહ ક્ષત્રિય, રેખાબેન દેસાઈ, પૌલોમીબેન મહેતા, નીલેશ ભાવસાર તેમજ મોટી સંખ્યામાં યુવા છાત્ર-છાત્રાઓ ઉપસ્થિત રહયા હતા. ગુજરાત યુનિવર્સિટી એચ.કે. સેન્ટરના સ્ટાફ છાયાબેન, સુશીલાબેન, લાયબ્રેરીના અક્ષરભાઈ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.