Western Times News

Gujarati News

બુધવારથી વિધાનસભાનું બજેટ સત્ર, પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાશે

File

ગાંધીનગર, આગામી બુધવાર ૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે.

પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે ૧૯ ફેબ્રુઆરીથી ૨૮ માર્ચ સુધી મળવાનું છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે. વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

સત્રને લઈ શહેરના પ્રવેશદ્વારો ઉપર પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.ગાંધીનગરમાં સત્ર દરમિયાન સ્વૈÂચ્છક સામાજિક સંગઠનોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાની માંગણી લઈને ગાંધીનગરમાં રેલી ધરણા ના કરે તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવનાર છે.

જે માટે સત્યાગ્રહ છાવણીની સાથે શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે ૬ ડીવાયએસપી, ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટર,૩૫ સબ ઇન્સ્પેક્ટર તેમજ ૬૬૦થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.