ગુજરાતનું એક માત્ર એવું ગામ કે જયાં પાણીના પરબ છે પણ ચ્હા પીવાના થડા કે હોટલ નથી

ઉપલેટાના કોલકીમાં રજવાડાં વખતથી ચાલી આવતી પરંપરા આજે પણ ઈતિહાસ બની જીવંત છેઃ જો ચ્હા પાવાની ઈચ્છા થાય તો સ્થાનિક લોકોની મહેમાનગતી માણવી પડે
રાજકોટ, કાડીયાવાડની મહેમાનગતી જગવિખ્યાત છે. અને મહેમાનને હોકારા સાથે ચાના સાદ પડે છે. અહી ઘરે આવતા મહેમાનનું સ્વાગત ચ્હાથી જ થાય છે. અરે સૌરાષ્ટ્રના મોટા શહેરમાં તો શેરીએ ગલીએ ચાના થડા કે દુકાન જોવા મળે ગામડાઓમાં પણ ચાની દુકાન તો હોય જ
પરંતુ સૌરાષ્ટ્રરના ઉપલેટા તાલુકાના કોલકી એવું ગામ છે કે જયાં પાણીના પરબ તો છે પણ ચ્હા પીવાની તલમ લાગે તો સ્થાનીક લોકોની મહેમાનનવાઝી માણવી પડે કારણ કે આ ગામમાં ચાનું વેચાણ થતું નથી.
કોલકી ગામની વસ્તી ૬પ૦૦ આસપાસ છે. અને ગામના રહેવાસીનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ગામમાં રાજા રજવાડા વખતથી કોઈપણ જગ્યાએ ચાનું વેચાણ જ કરવામાં આવતું નથી. જેથી કોઈને વ્યસ્ન ન થાય તેમજ જે ખર્ચ ચા માટે થતો હોય એ પણ બચે. ચાના પ્યાસીઓને જો ચાની ચુસકી મારવી હોય તો મહેમાન તરીકે કોલકી ગામમાં કોઈના ઘરે જ જવું પડે છે ત્યારે જ ચ્હા પીવા મળે છે.
લોકો કહે છેકે આ પરંપરા અમે એટલા માટે જાળવીએ છીએ કે જેના લીધે મહેમાન અમારા ઘરે આવે અને એ રીતે અમારી ઓળખાણ વધે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આજના સમયમાં માણસ સંબંધની મીઠાશ ભુલી ગયો છે. અમારા ગામે સંબંધની મીઠાશ ચાની ચુસકી માટે ફરજીયાત મહેમાન તરીકે ઘરે જ આવે છે.
ને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. સંબંધો યાદગાર બની રહે તેમજ યુવાધન અવળે રસ્તે ન ચડી જાય અને વ્યસન મુકત રહે. તેમજ ચાનો ખર્ચ પણ બચે માટે અત્યાર સુધીમાં ચાની કીટલી અહી ચાલતી જ નથી અને ગ્રામજનો પણ વર્ષોથી આ પરંપરા નિભાવી રહયા છે.