સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓછું મતદાન થતાં કોને નુકસાન? ૫૬ ટકા મતદાન થયું

આશરે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં બંધ થયું ઃ ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે
ગાંધીનગર, ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ૬૮ નગરપાલિકા, ૩ તાલુકા પંચાયત સહિત અન્ય પેટાચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે. ગુજરાતમાં સાંજે ૬ કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૫૬ ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં આશરે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં બંધ થઈ ગયું છે. હવે ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
મતદાનની અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર ૬૮ નગરપાલિકામાં આશરે ૬૨ ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે જૂનાગઢ મહાનગર પાલિકામાં ૪૩ ટકા જેટલું મતદાન થયું છે. તો ૩ તાલુકા પંચાયતમાં ૬૬ ટકા જેટલું મતદાન થયું છે. મતદાન માટે ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાનના સત્તાવાર આંકડા હવે જાહેર કરવામાં આવશે.
વડોદરાની કરજણ પાલિકાના કુલ સાત વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની ચૂંટણી માટે કુલ ૨૮ બુથમાં મતદાન થયું…ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારોના ભાવિ ઈફસ્માં સીલ થયા છે. મતદાન મથક પર મતદારોની સવારથી લાઈન લાગી હતી. મતદારોમાં પણ આ વખત ઉત્સાહ જોવા મળ્યો .ત્યારે આ મુદ્દે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાએ ૨૮માંથી ૨૦ બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સાથે બળવાખોરો હારશે તેવી પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે ૧૮ બેઠક જીતી હતી.
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપતો વીડિયો વાયરલ થયો છે. વોર્ડ નંબર-૨માં મતદારે ભાજપની પેનલના તમામ ઉમેદવારેન મત આપ્યાનો વીડિયો વાયરલ થતાં વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. બુથની અંદર મોબાઈલ લઈ જઈ વીડિયો શૂટ કરાયાનો દાવો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે બુથમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી ન હોવા છતાં મોબાઈલ લઈ જઈને મત આપતો વીડિયો શૂટ કરાયો…આ વાયરલ વીડિયોની ઢઈઈ ૨૪ કલાક પુષ્ટિ નથી કરતું. પરંતુ આ વીડિયો વાયરલ થતાં સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ફર્સ્ટ ટાઈમ વોટરથી માંડી વયોવૃદ્ધોએ પણ મતદાન કર્યું.ભાવનગરમાં વયોવૃદ્ધ માતાને લઈને પુત્ર મતદાન માટે મતદાન મથક પહોંચ્યા. માતા ચાલી શકતા ન હોવાથી પોતાના માતાના તેડીને મતદાન માટે લાવવામાં આવ્યા. તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પોતાનના પરિવાર સાથે મતદાન કર્યું.
લલિત વસોયાના ૧૦૧ વર્ષના માતા પણ મતદાન મથકે મત આપવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.