મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે
ગાંધીનગર, આખરે મહિલા અનામત બિલનો દિવસ આવી ગયો છે. દાયકાઓના સંઘર્ષ પછી મોદી સરકારે તેને નવી સંસદના પ્રથમ દિવસની કાર્યવાહીમાં રજૂ કરી અને આ પ્રખ્યાત અને ઐતિહાસિક બિલ પર ચર્ચા શરૂ થઈ. મહિલા અનામત બિલ પર આજે ૭ કલાક સુધી ચર્ચા થવાની છે. સવારે ૧૧ કલાકે શરૂ થશે સંસદમાં બિલ ચર્ચા શરૂ થશે.
આજે સંસદમાં ચર્ચા બાદ બિલ લોકસભામાં પસાર થશે. સંસદના નવા ગૃહમાં પ્રવેશની સાથે જ જે પહેલું બિલ રજૂ કરવામાં આવ્યું, તે મહિલા અનામત બિલ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકભામાં રજૂ કરેલા આ બિલનું નામ છે નારી શક્તિ વંદન અધિનિયમ. રાજ્યસભાને સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ આ બિલને પાસ કરાવવા દરેક સાંસદને અપીલ કરી હતી. ત્યારે આ બિલથી ગુજરાતના વિધાનસભામા શું સ્થિતિ રહેશે તેના પર નજર કરવા જેવી છે.
૫૦ ટકા મહિલા અનામતવાળા ગુજરાતને ૩૩ ટકા અનામતનો મજબૂત લાભ મળશે, નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભામાં ૭૬ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. હાલમાં ૧૮૨ બેઠકો છે, જેમાંથી ૧૩ મહિલા ધારાસભ્ય છે. પરંતું નવા સીમાંકનથી કુલ બેઠકો ૨૩૦ ને પાર થઈ જશે. તો લોકસભામાં પણ તેની અસર જાેવા મળશે. લોકસભાની કુલ બેઠકો ૮૦૦ પર પહોંચશે. તો ગુજરાતમાંથી ૪૨ માઁથી ૧૪ મતક્ષેત્રોમાં મહિલાઓ હશે.
ભારતની નવી સંસદમાં મૂકાયેલું પહેલુ બિલ એટલે મહિલા અનામત બિલ. જાે આ લાગુ થયું તો ગુજરાત વિધાનસભામાં મહિલાઓ માટે ૭૬ સીટ થઈ જશે. સંસદમાં રજૂ થયેલા ૩૩ ટકા મહિલા અનામતના સુધારાથી ગુજરાતને મોટો ફાયદો થશે. કારણ કે, ૧૨ વર્ષ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટમીમાં તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં ૫૦ ટકા બેઠકો અને હોદ્દાઓ મહિલાઓ માટે અનામત રખાયેલા છે.
આ જાેતા હવે ગુજરાત વિધાનસભાને પણ અસરકારક મહિલા સાંસદો અને ધારાસભ્યો મળી શકે છે. હાલ ગુજરાત વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્યોમાંથી માત્ર ૧૩ મહિલા ધારાસભ્યો છે. જે કુલ બેઠકોના માંડ ૭ ટકા છે. જ્યારે કે લોકસભામાં ૨૬ બેઠકોમાંથી ચાર બેઠકો પર મહિલા સાંસદો છે. જે ૧૯ ટકા કહેવાય.
આમ, ગુજરાતમાં મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વઘશે. તમને જણાવી દઈએ કે વર્તમાન લોકસભામાં ૭૮ મહિલા સાંસદો છે, જે કુલ ૫૪૩ની સંખ્યાના ૧૫ ટકાથી પણ ઓછી છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની ઘણી રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ છે. ૧૦ ટકા કરતાં ઓછું છે.SS1MS