ગુજરાતમાં બીજી ઓગસ્ટથી વરસાદનો માહોલ જામશે
અમદાવાદ, સતત ત્રણ દિવસ તાપમાન ઊંચું રહ્યા પછી ફરી એકવાર વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઓગસ્ટ મહિનાની શરુઆતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.
હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા પણ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ થવાની અને આગાહી કરવામાં આવી હતી. જેમાં તેમણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યનાના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદે વિરામ લીઈ લીધો છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં થતા રહે છે. સારો વરસાદ થતા ડેમ અને નદી-નાળામાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે નર્મદા ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે.
સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે જેમાં કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં ભારે ઝાપટાં પણ પડી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ થવાની સંભાવના છે.
આજે તથા આગામી દિવસોમાં રાજ્યભરમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે, ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. રાજ્યના ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.
મહત્વનું છે રાજ્યમાં વરસાદની શરુઆત ધીમી અને મોડી થઈ હતી પરંતુ તે પછી જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો છે. જેના લીધી રાજ્યમાં નદીઓ સહિત અન્ય જળાશયોમાં પાણીની સારી આવકત થઈ છે. બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કરેલી ધમાકેલાદ બેટિંગના કારણે જુલાઈમાં સરેરાશ વરસાદ કરતા ૫૮ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ખાનગી હવામાન વેબસાઈટ વિન્ડી મુજબ ૩ ઓગસ્ટે ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. જેમાં પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ પછી પણ એટલે કે આગામી ૮ ઓગસ્ટથી ચાલુ થવા ઓગસ્ટના બીજા અઠવાડિયા દરમિયાન પણ વરસાદ માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં રહેવાની સંભાવના છે. અઠવાડિયાની મધ્યથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા બેટિંગ શરુ કરી શકે છે.SS1MS