Western Times News

Gujarati News

આદિવાસી મહિલાને ગુજરાત વુમન લીડરશિપના એવોર્ડથી સન્માનિત કરાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામમાં કાયઁરત કૃષ્ણ આશ્રમ શાળાના આચાર્ય તરીકે રંજનબેન વસાવા છે.સાથે-સાથે માનવીય મુલ્યોના ઘડતરનું કાર્ય આદિવાસી વિસ્તારમાં કરે છે.

જેમાં મહિલા સશક્તિકરણ માટે શિબિરો કરવી,સેલ્પ હેલ્પ ગ્રુપ બનાવી ઉધોગ સાહસિક્તાની તાલીમો અપાવવી,રોજગાર-ટેકનોલોજી સાથે બહેનોને જોડવા,જરૂરીયાતમંદ બાળકો-શાળાઓને ભૌતિક સુવિધા પ્રદાન કરવી,કોવિદ-૧૯ કટોકટીભર્યા સમયમાં મેડિસીન,અનાજ કિટ,ફુડ પેકેટ છેવાડાના ગામોથી સુધી પહોંચાડ્‌યા હતા.ખેડુતોને જાગૃત કરી તાલીમ આપી ઓગ્રેનિક ખેતી તરફ વાળી તેઓનું જીવન ધોરણ ઊચું આવે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.

આદિવાસી વિસ્તારમાં રંજનબેન વસાવા છેલ્લા કેટલાક વષા સેવાકીય પ્રવૃત્તિઓની કામગીરીથી પ્રભાવિત થઈને અમદાવાદની તાજ હોટલમાં આયોજીત કાર્યક્રમમાં આદિવાસી મહિલા રંજનબેન વસાવાને ગુજરાત વુમન લીડરશિપનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા પરીવારના સભ્યો અને આદિવાસી વિસ્તારમાં આનંદ લાગણી પ્રસરી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.