Western Times News

Gujarati News

૧૪ મહિલા ધારાસભ્યોને આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે

વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ- :મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૫-૨૬ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૪ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂ.૨ કરોડની ગ્રાન્‍ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીના આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ વધારાની રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય ૫૦ લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.