Western Times News

Gujarati News

સુરતના યુવકે વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ-૪ કર્મચારીઓથી શરૂ થયેલી XSQUADS કંપનીની સફર આજે ૪૦ કર્મચારીઓ સુધી પહોંચી

સ્કારફોલમાં કાઠીયાવાડી પાઘડીબંડીચોરણીઅણીયાળી મૂછો ધરાવતા દેશી શુટર્સસાડી પહેરેલી મહિલા શુટરતિરંગા સાથે ભારતીય સૈનિકોતમંચોસૂતળી બોમ્બઈનગેમ વાહનોમાં છકડોઓટો રિક્ષાક્રિએટ કર્યા છે.

દેશી લૂક ધરાવતા પાત્રો સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ‘સ્કારફોલ’માં રિપ્રેઝન્ટ કરી: દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી મલ્ટીપ્લેયર શુટિંગ ગેમ એપને મળ્યા ૩૫ મિલિયન ડાઉનલોડ   

કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-૨૦૨૦માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો

‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ ગેમ કરે છે વિદેશી જાયન્ટ ગેમિંગ કંપનીઓ સાથે સ્પર્ધા: ગુજરાત અને ભારતના વિવિધ શહેરોની ઓળખથ્રીડી ગ્રાફિક્સ સાથેના રજવાડી આઉટફીટપરિવેશને ગેમમાં આવરી લીધા

મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં વેવ્સ સમિટ- (WAVES- વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫)માં ગુજરાતમાંથી એકમાત્ર જેમિશ લખાણીની ગેમિંગ કંપનીએ પ્રતિનિધિત્વ કર્યું હતું

વિશ્વમાં ૫૦૦ મિલિયન યુઝર્સ મોબાઈલમાં ગેમ્સ રમે છેજે પૈકી ૧૫૦ મિલિયન બેટલ શૂટર્સ ગેમ્સ રમે છે

Surat, મોબાઈલમાં ગેમ રમવી એ આબાલવૃદ્ધ સૌને પ્રિય હોય છે. આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક કેન્ડી ક્રશપઝલ્સબેટલ ફિલ્ડકાર રેસ જેવી મોબાઈલ રમી જ હશે. કીપેડ મોબાઈલમાં સ્નેક એન્ડ લેડર ગેમ્સ રમવાનો આનંદ આપણે સૌએ અચૂક લીધો છે. ઈન્ટરનેટ અને ડિજીટલ વર્લ્ડના વધતા પ્રભાવ વચ્ચે ગેમિંગનો નાનકડો શોખ આજે વિશાળ ઈન્ડસ્ટ્રીઝમાં પરિવર્તિત થયો છે. આજે લાખો લોકોને રોજગારી આપતી ગેમિંગ ઈન્ડસ્ટ્રી એક ગતિશીલસતત વિકસતું ક્ષેત્ર અને મનોરંજનટેકનોલોજી અને સર્જનાત્મકતાનું સંમિશ્રણ બન્યું છે.

હવે આધુનિક વિશ્વની ક્લાઉડ ગેમિંગવર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (VR/AR) ગેમ્સનો યુગ પણ આવી ગયો છે. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળતી મહત્તમ ગેમ્સ વિદેશી ટેક કંપનીઓ બનાવે છેત્યારે સુરતના યુવા ટેકસેવી ઉદ્યોગકાર

જેમિશ લખાણી વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નામની સ્વદેશી ગેમિંગ એપ બનાવી વિદેશની જાયન્ટ ટેક કંપનીઓ સાથે હરિફાઈ કરી રહ્યા છે. એટલું જ નહીં, ‘સ્કારફોલ’માં દેશી લૂક સાથેના પાત્રોનું સર્જન કર્યું છેજેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વણી લીધી છે. દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી FPS અને TPS મલ્ટીપ્લેયર શુટિંગની ગેમ એપ બનાવીને ગ્રામીણ સંસ્કૃતિભાતીગળ પહેરવેશછકડોધોતિયુંપાઘડીભરતકામ સાથે રજવાડી આઉટફીટસાડી પહેરેલા પાત્રોનું સર્જન કર્યું છે. કેન્દ્ર સરકારની ‘ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-૨૦૨૦’માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતોઉપરાંત ટેકઈન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૧ના શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ વિજેતા બની હતી.

બાળપણથી મોબાઈલકમ્પ્યુટરમાં ગેમ રમવાના શોખીન એવા સુરતના યુવાન જેમિશ લખાણી મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપુર ગામના વતની છે. તેમણે યુવાનવયે ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આવનારી તકોને પારખી લીધી અને શોખને જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. આ નાનકડા વિચારને મોટું સ્વરૂપ આપતા જેમિશ લખાણીએ વર્ષ ૨૦૨૧માં ‘સ્કારફોલ ગેમિંગ” એપ શરૂ કરી. 

MIT- મહારાષ્ટ્ર ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-પૂણેથી આઈ.ટી. એન્જિનીયરીંગનો અભ્યાસ કરનાર યુવા ટેકનોક્રેટ જૈમિશે વર્ષ ૨૦૧૨માં કોલેજકાળ દરમિયાન જાતે બનાવેલી ગેમ રમતા રમતા સ્વપ્નું સેવ્યું કે વિદેશી ગેમ્સમાં આપણી ભારતીય ગેમિંગ એપ બનાવીશ અને સાબિત કરીશ કે ભારતીય યુવાધન વિદેશી આઈ.ટી. ટાયકૂનથી કમ નથી. આ સંકલ્પ સાકાર કરવા પૂણેથી સુરત આવી ૪ મિત્રોની મદદથી ૨૦૨૦માં XSQUADS નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યુંજે આજે જોતજોતામાં ૪૦ કર્મચારીઓની કંપની બની ગઈ છે.

શરૂઆતમાં ફંડિંગની કમીટેક્નિકલ ચેલેન્જીસ અને માર્કેટિંગની મુશ્કેલીઓ અનુભવવા છતાં જૈમિશે હાર ન માની. તેમણે ટેક સ્ટાર્ટઅપને બેંગ્લોરહૈદરાબાદમાં ભાગીદારીની તકો હોવા છતાં માદરે વતન સુરત આવીને લોકલ ટેલેન્ટને જોડ્યુંઅને ધીરે ધીરે સ્કીલ્ડ યુવા ડેવલપર્સને તકો આપીને એક મજબૂત ટીમ ઊભી કરી છેઅને આજે સુરતના વેસુ સ્થિત SNS બિઝનેસ પાર્કમાં કંપનીની હેડઓફિસનું સંચાલન કરી રહ્યા છે.

XSQUADSના સી.ઈ.ઓ.શ્રી જેમિશ લખાણીએ સ્ટાર્ટ અપ અને સફળતાની યાત્રા વિષે જણાવ્યું કેકોલેજમાં આઈ.ટી.ના અભ્યાસ દરમ્યાન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને ગેમ ડેવલપમેન્ટમાં મને ખૂબ રૂચિ હતી. મેં ‘મેઝ મિલીટિયા’ નામની ગેમ જાતે ક્રિએટ કરી હતીજેને ૧૦ મિલિયન ડાઉનલોડ મળ્યા હતા. આ ગેમ રમતા રમતાં વિચાર આવ્યો કે કેમ ન એક એવી ગેમ બનાવું જે વિદેશી ગેમ્સને ટક્કર આપે અને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને પણ દર્શાવેકોરોનાકાળ અને લોકડાઉન દરમિયાન મેં જોયું કે લોકોએ યુટ્યુબ વિડીયોઝ તેમજ મોબાઈલ ગેમ્સમાં વધુ રસ લેવો શરૂ કર્યો છે,

પણ મોબાઈલમાં રમાતી સૌથી વધુ લોકપ્રિય ગેમ્સ વિદેશી કંપનીઓની છેજેમાં ભારતીય કંપનીઓ તેમજ ભારતીય સંસ્કૃતિભાષા કે વારસાનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. એટલે જ એક એવી ગેમ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુંજે ભારતીય માહોલપાત્રો અને સામાજિક-ભૌગોલિક પરિવેશથી ભરપૂર હોયસાથોસાથ વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધા કરી શકે. આ વિચારથી ગેમિંગ સ્ટાર્ટ અપ XSQUADS ની શરૂઆત થઈજેના હેઠળ બનેલી સ્કારફોલ ૧.૦ એ ભારતની પહેલી Battle Royale સ્ટાઈલની ગેમ છેજે સંપૂર્ણપણે ભારતમાંગુજરાતમાં અને તેમાં પણ સુરતમાં ડિઝાઈન અને ડેવલપ કરી છે.

જેમિશ જણાવે છે કેસ્કારફોલને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર અત્યાર સુધી ૩૫ મિલિયન ડાઉનલોડ મળ્યા છે. ગુજરાત અને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને અમે ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરો-ગામડાની સંસ્કૃતિપહેરવેશ અને સાંસ્કૃતિક વારસાનો ટચ આપ્યો છે. જે રીતે વિદેશી ગેમ્સમાં ગોરા શૂટર્સ જોવા
મળે છેએના સ્થાને સ્કારફોલમાં કાઠીયાવાડી પાઘડીબંડીચોરણીઅણીયાળી મૂછો ધરાવતા દેશી શુટર્સસાડી પહેરેલી મહિલા શુટરતિરંગા સાથે ભારતીય સૈનિકોતમંચોસૂતળી બોમ્બઈનગેમ વાહનોમાં છકડોઓટો રિક્ષાક્રિએટ કર્યા છે.

મુંબઈની લોકલ ટ્રેનઅંદામાન-નિકોબારની સેલ્યુલર જેલના લેન્ડસ્કેપને આવરી લીધા છે. થ્રીડી ગ્રાફિક્સ અને રિયલિસ્ટીક એનિમેશન સાથેની આ ગેમને એકબે વ્યક્તિ અને ચાર વ્યક્તિ સાથે રમી શકાય છે. હવે અમે ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નું અપગ્રેડેડ વર્ઝન ‘સ્કારફોલ-૨.૦’ લઈને આવી રહ્યા છીએ.

વિશ્વમાં ૫૦૦ મિલિયન (૫૦ કરોડ) યુઝર્સ મોબાઈલમાં ગેમ્સ રમે છેજે પૈકી ૧૫૦ મિલિયન (૧૫ કરોડ) બેટલ શૂટર્સ ગેમ્સ રમે છે. કોમ્પ્યુટરમાં ગેમ્સ રમતા યુઝર્સની સંખ્યા અલગ છે. વૈશ્વિક ગેમિંગ બજારનું કદ ૨૦૨૨માં ૨૪૯.૫૫ બિલિયન ડોલર અને ૨૦૨૩ માં ૨૮૧.૭૭ બિલિયન ડોલર હતુંઆગમી ૨૦૩૦ સુધીમાં ૬૬૬.૭૭ બિલિયન ડોલર થવાનો અંદાજ છે,

આગામી પાંચ વર્ષમાં ૧૩.૧ % ના CAGR (Compound Annual Growth Rate) થી તીવ્ર ગતિથી ગેમિંગ માર્કેટ આગળ
વધશે. આટલા વર્ષના અનુભવ પછી કહી શકું કે ભારતનું યુવાધન યુ.એસ.એ. અને ચીનની ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝને ટક્કર આપી શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગેમિંગ સેક્ટરની વિશાળ સંભાવનાઓથી વાકેફ છેઅને તેઓ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે એમ તેઓ જણાવે છે.

વધુમાં જેમિશ જણાવે છે કેપબજીકોલ ઓફ ડ્યુટીફ્રી ફાયર જેવી આંતરરાષ્ટ્રીય ગેમ્સની સરખામણીમાં ઘણા યુઝર્સે અમને પ્રોત્સાહક રિવ્યુઝ આપ્યા છે. કારણ કે વિદેશી ગેમ્સ રમવામાં જે થ્રીલનો અનુભવ થાય છે એના કરતા પણ વધુ આનંદ અને થ્રીલિંગ એક્સપિરીયન્સ થતો હોવાનું યુઝર્સ કોમેન્ટ કરીને જણાવે છે. અમે પરફેક્ટ ગનશોટ સિસ્ટમહાઈક્વોલિટી ઓડિયો ધરાવતો ગનફાયરનો સાચૂકલો અવાજકસ્ટમાઈઝ યુઝર ઈન્ટરફેસથી વૈશ્વિક કક્ષાની ગેમ બનાવી છે.

       ભારતમાં દુનિયાના ટોચના ગેમ ડેવલપમેન્ટ હબ બનવાની તમામ ક્ષમતા છેઅને ગ્લોબલ ગેમિંગ મેપમાં ગુજરાત અને ભારતને સ્થાન અપાવવું એ અમારૂ વિઝન છે એમ જણાવી જેમિશ ઉમેરે છે કે, ‘સ્કારફોલ્સ’એ માત્ર મનોરંજન જ પૂરૂ નથી પાડ્યુંપરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને સામાજિક-સાંસ્કૃતિક વારસાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે. અમારી કંપનીમાં હાલ ગેમ પ્રોગ્રામરડિઝાઈનર-આર્ટિસ્ટ, UI/UX ડિઝાઈનરએનિમેટરલેવલ ડિઝાઈનરગેમ ટેસ્ટરઓડિયો એન્જિનિયરગેમ પ્રોડ્યુસરમાર્કેટિંગ મેનેજર જેવી વિવિધ પોસ્ટમાં ૪૦ કર્મચારીઓ કાર્યરત છે.

       ભારતીય એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડિજીટલ ઈન્ડિયા મિશનના ભાગરૂપે આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ યોજાઈ હતીજેમાં વિવિધ કેટેગરી પૈકી ગેમ કેટેગરીમાં સ્કારફોલ્સે બીજો ક્રમ મેળવ્યો હતો. તાજેતરમાં મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં વેવ્સ સમિટ- (WAVES- વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫) યોજાઈ હતીભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતુંતેમાં ગુજરાત તરફથી એક માત્ર XSQUADSના જેમિશ લખાણી અને ટીમે પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં વડાપ્રધાનશ્રીએ જેમિશના સ્ટાર્ટઅપ વિષે જાણીને આનંદ વ્યક્ત કરી પીઠ થાબડી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગેમિંગ સેક્ટરની વિશાળ સંભાવનાઓથી વાકેફ છેઅને તેઓ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે.

XSQUADSના માર્કેટિંગ મેનેજરશ્રી સુકૃત વાનાણી જણાવે છે કે, XSQUADS ની શરૂઆતથી જ હું કંપની સાથે જોડાયેલો છું. અમે વિદેશી કલ્ચરના સ્થાને ભારતીય પાત્રો અને માહોલને ગેમ્સમાં સમાવ્યા છે. ઈ-સ્પોર્ટ્સ (સ્પર્ધાત્મક ગેમિંગ) હવે એક વ્યવસાય બની ગયો છે. Twitch, YouTube જેવા પ્લેટફોર્મ પર હજારો ગેમર્સ સ્ટ્રીમિંગ
કરીને કમાણી કરે છે. ઘણા દેશોમાં ઈ-સ્પોર્ટ્સને હવે વ્યાવસાયિક ખેલ તરીકે માન્યતા મળી રહી છે.

      ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ગેમ ડેવલપમેન્ટપબ્લિશિંગડિસ્ટ્રિબ્યુશન મોનેટાઈઝેશન(ઈન-ગેમ પરચેઝસબ્સ્ક્રિપ્શન્સજાહેરાતો અને અન્ય રેવન્યુ મોડલ્સ)ક્લાઉડ ગેમિંગ (Google Stadia, Xbox Cloud Gaming, અને NVIDIA GeForce Now જેવી સેવાઓ ખર્ચાળ હાર્ડવેરની જરૂરિયાત વિના ઉચ્ચ-ગુણવત્તાવાળી ગેમ્સને સ્ટ્રીમ કરવાની સુવિધા આપે છેજે વધુ લોકોને ગેમિંગની સુવિધા પૂરી પાડે છે)વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (VR/AR) ગેમ્સ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય છે એમ તેઓ કહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.