૧૭ મહિનાની ગુજરાતની દીકરી જર્મનીમાં ફસાઈ

બાળકીને મેળવવા પરિવારે કાયદાનો દરવાજાે ખખડાવ્યો-મૂળ ગુજરાતની ધારા શાહની ૧૭ મહિનાની દીકરી જર્મન પ્રોટેક્શન ઓથોરિટીએ કબજાે મેળવી લીધો છે
અમદાવાદ, ગુજરાતની એક ૧૭ મહિનાની દીકરી જર્મનીમાં ફસાઈ છે. પરિવાર પોતાની કૂખે જન્મેલી બાળકીને મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મૂળ ગુજરાતની ધારા શાહની ૧૭ મહિનાની દીકરી જર્મન પ્રોટેક્શન ઓથોરિટીએ કબજાે મેળવી લીધો છે.
જેને પરત મેળવવા માટે ગુજરાતની ધારા અને તેના પતિ ૧૦ મહિનાથી દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે. કાયદાનો દરેક દરવાજાે ખખડાવ્યો, પણ કોઈ મદદ મળી નથી. એક વાર દીકરીને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળ્યું, ને તેઓ હોસ્પિટલે લઈ ગયા તે જ ભૂલ કરી. બસ ત્યારથી આ દીકરી જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના કબજામાં છે.
ત્યારથી આજદિન સુધી તેમને દીકરી પરત મળી નથી. હોસ્પિટલ સત્તાવાળાઓએ પહેલા તો નોર્મલ છે તેવું કહી ઈલાજની પણ ના પાડી. બીજી વાર દીકરીને લઈ ગયા તો હોસ્પિટલવાળાએ ચાઈલ્ડ પ્રોટેક્શન સત્તાવાળાઓને રિપોર્ટ કર્યો. બસ ત્યારથી આ દીકરી જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના કબજામાં છે.
હવે દીકરી માટે ગુજરાતી મા-બાપે ભારત સરકાર સમક્ષ મદદનો પોકાર કર્યો છે. દીકરીના માતાપિતા ભાવેશ શાહ અને ધારાબહેનને સરકારી અધિકારી સમક્ષ પોતાનો અભિપ્રાય મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને જર્મન બોલતા નહોતું આવડતું. જે ટ્રાન્સલેટર તે વખતે ઉપલબ્ધ હતો તે પણ પાકિસ્તાની હતો, જે ઉર્દુ જાણતો હતો અને તે ભાવેશ અને ધારા શાહ દ્વારા હિન્દીમાં કરવામાં આવેલી રજૂઆતને જર્મનમાં યોગ્ય રીતે ટ્રાન્સ્લેટ કરી શક્યો નહીં.
તો બીજી તરફ માતાપિતા સરકારની કસ્ટડીમાં રહેલી બાળકીને યોગ્ય શાકાહારી ખોરાક તેમજ માહોલ મળે તે માટે પણ તેઓ અરજ કરી રહ્યા છે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે તેઓ પેરેન્ટિંગ ટેસ્ટ ક્લિયર ના કરે ત્યાં સુધી બાળકીની કસ્ટડી કમસે કમ ભારતમાં રહેતા કોઈ જૈન પરિવારને સોંપવામાં આવે.
કારણકે પોતાના ધાર્મિક માહોલમાં, પરિવાર વચ્ચે અને માતૃભૂમિ પર મોટા થવું બાળકીનો અધિકાર છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે.