ગુજરાતી ફિલ્મ એકટર અને તેની પત્નિની દારૂ વેચવાના આરોપમાં ધરપકડ કરાઈ

પ્રતિકાત્મક
આરોપીઓ પાસેથી રૂ.ર.૮પ લાખનો વિદેશી દારૂ તથા રૂ.૧૦.૯૧ લાખ રૂપિયાની એક કાર જપ્ત કરાઈ
સુરત, ગુજરાત રાજ્માં કડક દારૂબંધી હોવા છતાં અનેક વખત મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવે છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં અનેક વખત પ્રખ્યાત વ્યક્તિના નામ પણ હોય છે. હવે તાજેતરમાં ગુજરાતના સુરતમાંથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે
જેમાં પોલીસે મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કર્યો છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, દારૂ વેચવાના આરોપમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક અભિનેતા સાથે તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં એક ચોંકાવનારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં દારૂ વેચવાના આરોપમાં પોલીસે ગુજરાતી સિનેમાના એક અભિનેતા અને દિગદર્શકની તેની પત્ની સાથે ધરપકડ કરી છે. પોલીસે ગુજરાતી ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક પાસેથી વિવિધ બ્રાન્ડની સેંકડો બોટલો સહિત દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત શહેર પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ દારૂની કિંમત ર.૮૬ લાખ રૂપિયા છે.
સુરત ડીસીપી ઝોન-૧ આલોકકુમારના જણાવ્યા અનુસાર પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ગુજરાતી ફિલ્મોના ભૂતપૂર્વ અભિનેતા અને દિગ્દર્શક જય બારૈયાની તેની પત્ની સાથે દારૂ વેચવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને દારૂ સપ્લાય કરનાર લોકોને પણ વોન્ટેડ જાહેર કર્યા અને વધુ તપાસ શરૂ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર આ કામમાં જીમી બારૈયાની પત્ની મીનાક્ષીની સંડોવણી પણ સામે આવી છે. પોલીસ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ડીસીપી આલોકકુમારે જણાવ્યું કે કાપોદ્રા પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી ર.૮પ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ૧૦.૯૧ લાખ રૂપિયાની એક કાર અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ સાથે તે કાર ખરીદવા અને વેચવાનો વ્યવસાય પણ કરે છે. બન્ને જોડિયા ભાઈઓ પણ ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના નિર્દેશો બાદ સુરત શહેર પોલીસે તાજેતરમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે ઝીરો ટોલરન્સ ઝુંબેશ શરૂ કરી છે.
પોલીસ ખાસ કરીને ડ્રગ્સ અને દારૂના વેચાણ પર નજર રાખી રહી છે. સુરત ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો ગૃહ જિલ્લો છે જેથી આ કેસમાં વધુ કેટલા મોટા નામો સામેલ છે કે નથી ? કે આ કોઈ મોટું રેકેટ છે તેની પોલીસ કડક તપાસ કરી રહી છે.
પોલીસને માહિતી મળી હતી કે રવિ પાર્ક સોસાયટીના મેદાનમાં દારૂ ભરેલી કાર પાર્ક કરેલી છે. જ્યારે પોલીસે દરોડો પાડયો ત્યારે કાર જીમીની નીકળી. સુરતા ડીસીપી આલોકકુમારે જણાવ્યું હતું કે, જય ઉર્ફે જીમીની પત્ની સાથે તેનો ભાઈ વિજય પણ દારૂની દાણચોરીમાં સામેલ હતો.
ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત જીમી કાર ખરીદવા અને વેચવાનો વ્યવાસય પણ કરે છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી કોની સાથે સંકળાયેલો હતો તે દારૂ કયાંથી લાવ્યો અને તેણે કેટલી વાર દાણચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.