ઓસ્કાર ૨૦૨૫ની રેસમાં રહેલી ‘વીર સાવરકર’માં ગુજરાતી જય પટેલ
મુંબઈ, ભારત તરફથી ઓસ્કારમાં મોકલેલી ફિલ્મોની યાદીમાં ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વંતંત્રતા સેનાની વીર સાવરકરના જીવન પર આધારીત આ ફિલ્મમાં મૂળ ગુજરાતી કલાકાર અને હોલિવૂડ પ્રોડ્યુસર જય પટેલે શ્યામજી કૃષ્ણ વર્માનો રોલ કર્યાે છે.
ભારત તરફથી આ સિવાય ‘કંગુવા’, ‘ધ ગોટ લાઇફ’, ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’, ‘ગર્લ્સ વીલ બી ગર્લ્સ’ તેમજ ‘પુતુલ’ જેવી ફિલ્મો મોકલવામાં આવી છે.
એક તરફ વીર સાવરકરના રોલ માટે રણદીપ હૂડાએ રેકોર્ડબ્રેક વજન ઘટાડ્યું હતું તો જય પટેલે આ ફિલ્મમાં શ્યામજીકૃષ્ણ વર્માના રોલ માટે ૬ થી ૭ કિલો વજન વધારવું પડ્યું હતું. ભારત તરફથી ઓસ્કાર એન્ટ્રી માટેની યાદી જાહેર થઈ એ વખતે જય પટેલે આ અંગે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ તેમની સમગ્ર ટીમની મહેનતનું ખરું વળતર છે.
આંતરરાષ્ટ્રિય સ્તરે આ પ્રકારની નોંધ લેવાય એ બોક્સ ઓફિસ પર મળેલી સફળતા કરતાં પણ મોટી સિદ્ધી ગણી શકાય. આવા પ્રતિષ્ઠિત મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ અમારા માટે ખુબ ગૌરવ અને સાથે વિનમ્રતાનો અનુભવ કરાવે તેવી બાબત છે.
આ ફિલ્મ સાથે ગયા વર્ષે ગોવા ખાતે યોજાયેલા ૫૫મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રણદીપ હુડાએ આ ફિલ્મના લેખન અને ડિરેક્શન માટે પણ ઘણી મહેનત કરી હતી.SS1MS