Western Times News

Gujarati News

પાથબ્રેકિંગ અને પારિવારીક ગુજરાતી ફિલ્મ “ફુલેકું”

9 જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ થનાર ફિલ્મ “ફુલેકું” (Fukeku) ના લેખક અને નિર્દેશિત ઇર્શાદ દલાલ (Irshad Dalal) દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે, ઇર્શાદ દલાલે અન્ય ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

ફિલ્મમાં રમકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા અને એક અપરિણીત પુત્રીના સિદ્ધાંતવાદી પિતા જયંતિલાલ મેઘાણી માર્કેટમાં દેવાળું ફૂંકે છે અને ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે…પોતાની પત્ની નર્મદા સાથે ઝેર પીને આપઘાત કરવાનું નક્કી કરે છે .

અચાનક, ત્યાં ઘરનો વરસો જૂનો વફાદાર નોકર, મૂંગો પણ સાંભળી શકતો રમણીક આવી પહોચે છે અને એક જ ઝાટકે બંનેના હાથના ગ્લાસ નીચે પાડી દે છે.. ત્યારે જ એમના ઘરમાં ઇન્કમટેક્સની રેડ પડે છે અને પછી સર્જાય છે રહસ્ય અને ઈમોશનલ ડ્રામાના આટાપાટા..

ઇન્કમટેક્સ સિનિયર ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યા બંકિમ બારોટ જે એક એવા ઘરે રેડ પડે છે જે ઘરમાં ખાવા-પીવાના પૈસા નથી હોતા, અને એ પછી ઘણી બધી વસ્તુઓનો ખુલાશો થાય છે. આ મૂવીમાં પ્લેબેક સિંગર જાવેદ અલી (Playback singer Javed Ali) દ્વારા કંપોઝ કરાયેલ ઈમોશનલ એક જ સોન્ગ છે.

ફિલ્મની ખાસ વાત એ છે કે પીવીઆર સિનેમા પહેલીવાર એક ગુજરાતી મૂવીને પ્રમોટ કરી રહ્યું છે જે ઓલઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે. શું એમના સગા સંતાનો ભેગા થઈને બચાવશે સગા બાપનું ઈજ્જત કે એ જ ફેરવી નાખશે

એમનું ફુલેકું ?? તો હવે આવી રહ્યો છે એક ગજબ પારિવારિક કથા – “ફુલેકું”. કલાકાર અનંગ દેસાઈ જે જયંતિલાલનું (Anang Desai as Jayantilal) પાત્ર ભજવી રહ્યા છે પોતાની અદાકારીથી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.