Western Times News

Gujarati News

કોમેડી- ડ્રામા ફિલ્મ “જય માતાજી: લેટસ રોક” – 80 વર્ષીય દાદીની હાસ્ય અને સામાજિક સંદેશ સાથે અનોખી સફર

મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારો – “જય માતાજી: લેટસ રોક” 9 મે થી સિનેમાઘરોમાં!

ગુજરાતી સિનેમાની હાસ્ય-સફર: “જય માતાજી: લેટસ રોક” તમારું દિલ જીતી લેશે!

મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત કોમેડી- ડ્રામા ફિલ્મ “જય માતાજી: લેટસ રોક”નું પોસ્ટર લોન્ચ

  • આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો  જોવા મળશે

Ahmedabad: ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “જય માતાજી લેટસ રોક”. આ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારો જોવા મળશે. Gujarati Movie Jay Mataji Lets Rock

આ ફિલ્મ એ કોમેડી- ડ્રામા દર્શાવતી ફેમિલી ફિલ્મ છે, જેમાં હાસ્યની સાથે એક સામાજિક વ્યંગ પણ છે. મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ફેમિલી ફ્લિક્સ અને રવિન્દ્ર સંઘવી દ્વારા પ્રોડ્યૂસ કરાયેલ છે. મનીષ સૈની અને આકાશ જેએચ શાહ  નિર્મિત તથા અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે. ઉત્કર્ષ મઝુમદાર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

આ ફિલ્મનું પોસ્ટર અમદાવાદમાં મણીબેન ત્રિભુવન માતૃગૃહ ખાતે ત્યાંના વડીલો સાથે મળીને લોન્ચ કરાયું હતું. ફિલ્મના મુખ્ય અભિનેતા મલ્હાર ઠાકર, ડિરેક્ટર મનીષ સૈની સહીત ફિલ્મની ટીમ એ ત્યાં ઉપસ્થિત વડીલોના આશીર્વાદ લીધા. આપણે જીવનમાં ઘણીવાર ભાગદોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પરિવાર સાથેના ખાસ પળો ચૂકી જઈએ છીએ પણ આપણી આસપાસના પોતાના લોકો જ આપણી સાચી તાકાત છે. તે જ આ ફિલ્મ શીખવે છે.

ડિરેક્ટર મનીષ સૈની જણાવે છે કે, ” અમારી ટીમ એ જેટલી ઉર્જા સાથે ફિલ્મમાં કામ કર્યું છે, તેટલી જ ઉર્જા અમને અહીંના વડીલોમાં જોવા મળી. અમે એ જ બતાવવા ઈચ્છીએ છીએ કે જિંદગીના દરેક તબક્કે સાથે રહેવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. આ ફિલ્મ તમને હસાવશે પણ, રડાવશે પણ, અને ઈમ્પૉર્ટન્ટલી, તમારા સંબંધો સાથે તમને ફરીથી કનેક્ટ કરવા માટે મજબૂર કરી દેશે!”

આ ફિલ્મ એક 80 વર્ષના દાદી ની અનોખી સફર વિશે છે, જેનો શાંત અને સામાન્ય લાગતો જીવનપ્રવાહ એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે. “જય માતાજી: લેટસ રોક” માત્ર હાસ્યથી ભરપૂર ફિલ્મ નથી; તે એક તીખું સામાજિક વ્યંગ પણ છે, જે પરિવારના સંબંધો, નાણાકીય સંજોગો અને વડીલોની સ્થિતિ જેવી વાસ્તવિકતાઓ પર પ્રકાશ પાડે છે.

હાસ્ય અને ડ્રામાનું પરફેક્ટ સંમિશ્રણ ધરાવતી આ ફિલ્મ પરિવારીક સબંધો અને સમાજની ગૂંચવણોને મસ્તીમાં વણાયેલી અદ્ભૂત શૈલીમાં રજૂ કરે છે. સિનેમાઘરોમાં દર્શકો માટે આ એક અનોખું મનોરંજન બનશે, જે હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે.

ફિલ્મનું પોસ્ટર જ આ કથાનકની ઝલક આપે છે – એક 80 વર્ષની દાદી, પણ એ સામાન્ય દાદી નથી! તે જિંદગી પોતાની શરતો પર જીવવા તૈયાર છે. પોસ્ટર જોવા જેવું છે, જે ફિલ્મની મજા અને હાસ્યભર્યા રાઈડ માટે ઉત્સુકતા ઊભી કરે છે. “જય માતાજી: લેટસ રોક” ની અનોખી વાર્તા, શક્તિશાળી પાત્રો અને સંપૂર્ણ મનોરંજન સાથે ગુજરાતી સિનેમાના પ્રેમીઓ માટે એક મોટું સરપ્રાઈઝ બનીને આવી રહી છે. તમારા પરિવાર સાથે આ મજાની સફર માણવા માટે તૈયાર રહો!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.