Western Times News

Gujarati News

“વ્હાલમ જાઓ ને” ફિલ્મનું ગીત ‘ચોરી લઉં’ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ એક રોમેન્ટિક ટ્રેક છે!

મલ્ટિ-સ્ટારર ફેમિલી કોમેડી ‘વ્હાલમ જાઓ ને’નું પહેલું ગીત ‘ચોરી લઉં’ રીલિઝ કરવામાં આવ્યું છે!- જે મુખ્ય જોડી પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ લવ સોન્ગ છે. આ ગીત એક ઉત્કટ રોમેન્ટિક ટ્રૅક છે જે દર્શાવે છે કે “હું તને આ દુનિયામાંથી ચોરી લેવા ઇચ્છુ છું અને તને સપનાઓની દુનિયામાં લઈ જવા માંગુ છું”. Gujarati Movie ‘Vahlam Jao Ne’ song ‘Chori Lau’ Out now.

ગીતમાં પ્રતિક અને દીક્ષા એકબીજાના અનહદ પ્રેમમાં છે અને કાયમ માટે એક થવાની યોજના બનાવી રહ્યાં છે. પ્રખ્યાત સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા સંગીત રચવામાં આવ્યું છે અને ગીતના સુંદર શબ્દો ગુજરાતના જાણીતા લેખક ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે અને ‘વ્હાલમ આવો ને’ ગીત માટે જાણીતા જીગરદાન ગઢવીએ આ ગીતને કંઠ આપ્યો છે.

જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયોઝ અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત, ‘વ્હાલમ જાઓ ને’માં પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કેવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ જેવા પ્રતિભાશાળી કલાકારો છે. ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

રોમેન્ટિક ટ્રેક કંપોઝ કરવા પર, સંગીતકાર બેલડી, સચિન-જીગરે જણાવ્યું,“‘ચોરી લઉં’ને કંપોઝ કરવું એક ખુશીની વાત છે, જે આપના હૃદય અને આત્મામાં ઊંડાણથી સમાઇ જાય છે.લવ ટ્રેક દરેક યુવા ગુજરાતીને પોતાના જીવનસાથીને આકર્ષવા માટે તેને ગાવા માટે પ્રેરિત કરશે.પ્રતિક અને દીક્ષાની કેમિસ્ટ્રીએ ગીતને વધુ ભાવપૂર્ણ બનાવ્યું છે.”

અનેક વળાંકો અને મરોડથી ભરપૂર રોલર કોસ્ટર પ્લોટ સાથેની મલ્ટિ-સ્ટારર કોમેડી ‘વ્હાલમ જાઓ ને’ને ચોક્કસથી થિયેટરમાં જ જોવી જોઈએ.

‘ચોરી લઉં’ ગીતને અહીં નિહાળોઃ

જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયોઝ અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત, ‘વ્હાલમ જાઓ ને’માં પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કેવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ જેવા પ્રતિભાશાળી કલાકારો છે. ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.