Western Times News

Gujarati News

સમગ્ર ગુજરાતમાં વાવેતરલાયક વરસાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સમગ્ર દિવસ દરમ્યાન વાદળઘેરા વાતાવરણમાં નગરજનોએ ભારે બફારો અનુભવતા ત્રાહિમામ પોકારી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજના ૪ વાગ્યે નવા પશ્ચિમ ઝોનમાં એકાએક વાદળ ઘેરાતા, મેઘ ગર્જના તથા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરખેજમાં માત્ર એક જ કલાકમાં લગભગ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસાવાથી નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણવાળા પાણી ભરાયાના સમાચાર મળ્યા છે.

શહેરમાં ભૂવા પડવાની ઝાડ પડવાની અનેક ફરીયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમને મળી હતી. જીવરાજપાર્ક સરખેજ, અમરાઈવાડીમાં મેટ્રો સ્ટેશન પાસે ભૂવા પડવાના તથા બે જગ્યાએ રોડ બેસી ગયા હતા. વેજલપુર, વટવા, જુહાપુરાના રહીશોની ફરીયાદ હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી ભરાયાની તથા નિકાલ કરવા અંગે જાણ કરવા છતાં તંત્રમાંથી કોઈ ફરક્યુ નહોતુ.

બહેરામપુરા દૂધવાળી ચાલીમાં ડ્રેનેજનું પાણી રસ્તા પર ફરી વળ્યુ હતુ. સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તથા શાળામાં જતાં બાળકોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યુ હતુ. જીવરાજ પાર્ક પાસે પાણીની લાઈનમાં મોટું ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાતું હોવાને કારણે પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો હતોવ. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી ઓછા દબાણથી આપે છે અને બીજી તરફ હજારો લીટર પાણીનો દૃર્વ્યય થતો હોય છે.

હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ- પશ્ચિમી સિસ્ટમ નબળી પડતાં શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. હળવા વરસાદ પડે એવી આગાહી કરી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં ધોધમાર વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે. ગામમાં વીજળી પડતા ખેતી કરતા હંસાબેન પર વીજળી પડવાથી મોત નિપજ્યુ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદે ગીર સોમનાથમાં નોંધાયો છે. ઉના તાલુકામાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ઘુંટણ સમા પાણી ભરાયાના સમાચાર છે.

ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જણાય છે. તેથા કેટલાંક સ્થળો પર ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છ. ચોમાસું સમગ્ર દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જાવા મળતું હતુ. પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર ચોટીલામાં ૬૬ મી.મી.વરસાદ, સાયલામાં પ૬ મી.મી. મૂળીમાં ૪૯ મી.મી. થાનમાં ૩૦ તથા વઢવાણમાં ૩૦ મી.મી. વરસાદ પડ્યાના સમાચાર છે. બગસરામાં માત્ર અઢી કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.