શ્રદ્ધાનું મર્ડર : હકીકત કે ભ્રમ?

42 વર્ષની ડિમેન્શિયાની (ભૂલી જવાની) બિમારીથી પિડાતી એક મહિલા તેના જ ઘરમાં તેની પુત્રી શ્રધ્ધાની લાશ જુએ છે ત્યારે.
અમદાવાદ, મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ “ભ્રમ” 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા “ભ્રમ” ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની છે. અમદાવાદમાં ભવ્ય પ્રીમિયરમાં અમે આ ફિલ્મ નિહાળી અને કાંઈક અલગ બતાવવાની અનોખી કોશિશ મેકર્સ દ્વારા કરાઈ છે.
ફિલ્મ સસ્પેન્સ પેદા કરતુ હતું અને હવે આ ફિલ્મ પણ અદ્ભૂત સસ્પેન્સ ફિલ્મ છે. માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. માયા તેની દિકરી શ્રદ્ધા સાથે રહે છે અને રોજ સવારે કેરટેકર મેહૂલ (મિત્ર ગઢવી) તેના ઘરે આવે અને ઘરનું તમામ કામ સંભાળે અને આકૃત ઘરનું સાફ સફાઈ કામ કરે. એક દિવસ અચાનક માયાને શું થાય છે કે તે પોલિસને ફોન કરે છે અને પોલિસ ઈન્સપેકટર રાકેશ ઘરમાં આવે ત્યારથી માયા એક જ વાત કરે છે કે મેં મારી પુત્રી શ્રદ્ધાની લાશ જમીન પર પડેલી જોઈ હતી.
પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે.
માયાને તેની તૂટી ગયેલી યાદગિરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવું જ પડશે… એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. આખરે માયાની દિકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ફિલ્મના એક સીનમાં મેકર્સે દર્શાવ્યું છે કે તેમની અત્યંત વખણાયેલી ફિલ્મ હું ઇકબાલનો બીજો ભાગ પણ આવી રહ્યો છે. પલ્લવ પરીખ ખરેખર અલગ દિશામાં વિચારતા ફિલ્મ મેકર છે. ખૂબ જ અદભુત પ્રયાસ છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મ થોડી નબળી છે પણ ફિલ્મનો ક્લાઈમેક્સ અવ્વ્લ કક્ષાનો છે.
આ ફિલ્મના તમામ કલાકારોએ સુંદર કામ કર્યુ છે. માયાએ ( સોનાલી લેલે દેસાઈ) એક ડિમ્નેશિયા બિમારીની શિકાર મહિલાનું પાત્ર ખુબ જ અદભૂત રીતે નિભાવ્યું છે.