170 કિલો ડ્રગ્સ સાથે બે ઝડપાયા: બજારની અંદાજીત કિંમત ૬૦ કરોડ રુપિયા

સતત બીજા દિવસે પોરબંદર નજીક દરિયામાં સફળ ઓપરેશન
(એજન્સી)અમદાવાદ, ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડએ મોટી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. ભારતીય જળસીમામાંથી સતત બીજા દિવસે ૧૭૦ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ૨ ભારતીયોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યા છે. બંને આરોપી પાકીસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હોવાનો ખુલાસો થયો છે. પોરબંદર નજીક જળસીમા નજીક આ મોટું ઓપરેશન હાથ ધરાયું છે. પકડાયેલ હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત ૬૦ કરોડ રુપિયા થાય છે. Anti #Narcotic #Operations @IndiaCoastGuard ship jointly with ATS @GujaratPolice apprehended Fishing Boat with 173 Kgs narcotics & 2 perpetrators at #SEA
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સળંગ કામગીરીની શ્રેણીમાં, ૨૮મી એપ્રિલે બપોરે દરિયામાં અન્ય એક મોટી એન્ટી-નાર્કો ટ્રાફિકિંગ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સતત ૨ દિવસ સુધી ચાલેલા આ સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ ૨ ગુનેગારો અને ૧૭૩ કિલો નાર્કોટીક્સ સાથે ઝડપાઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને છ્જી ગુજરાત દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ હતી.
એટીએસ ગુજરાતની વિશ્વસનીય બાતમીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને વિમાનોને દરિયાના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા. તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે શંકાસ્પદ બોટ ભારતીય કોસ્ટ ગાર્ડના સમુદ્ર-હવા સંકલિત સર્વેલન્સમાંથી છટકી ન શકે. શંકાસ્પદ બોટની સ્પષ્ટ ઓળખ થયા બાદ તેને તરત જ અટકાવી દેવામાં આવી હતી. તપાસમાં ટૂંક સમયમાં ગુપ્તચર માહિતીની પુષ્ટિ થઈ હતી અને ૦૨ ગુનેગારો સાથે ફિશિંગ બોટમાંથી આશરે ૧૭૩ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. દાણચોરીમાં સંડોવણીની પુષ્ટિ થઈ હતી.
સંડોવાયેલા ક્રુની વધુ તપાસ ચાલુ છે. આ ઓપરેશન છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયેલી બારમી ધરપકડ છે અને તે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાતના નાર્કોટીક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની દાણચોરીને યોગ્ય રીતે જવાબ આપવા માટેના પરસ્પર સંકલન અને સંયુક્ત પ્રયાસોની સફળતાનો પુરાવો છે.
દક્ષિણ બંગાળ સરહદે લોકસભા ચૂંટણીને કારણે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડકાઈ વધારી છે,
જેના કારણે બોર્ડર આઉટપોસ્ટ ડ્ઢસ્ઝ્ર, ૧૪૯ બટાલિયન, બીએસએફના સતર્ક જવાનોએ આંતરરાષ્ટ્રીય પર માદક દ્રવ્યોની દાણચોરીને નિષ્ફળ બનાવી છે. મુર્શિદાબાદ જિલ્લાની સરહદ અને ૨.૨ કિલો હેરોઈન જ્યારે દાણચોરો ભારતથી બાંગ્લાદેશમાં આ હિરોઈનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલ હેરોઈનની કુલ બજાર કિંમત ૨.૨ કરોડ રૂપિયા છે.
બીએસએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ૨૮.૦૪.૨૦૨૪ના રોજ લગભગ ૦૫૧૦ કલાકે, ૨જી શિફ્ટ ડ્યુટી પર, સૈનિકોએ ૦૩ ભારતીય દાણચોરોને પ્લાસ્ટિકની થેલીઓ સાથે સરહદની વાડની નજીક ઘૂસવાનો પ્રયાસ કરતા જોયા હતા. જવાનો તેમની તરફ દોડ્યા અને તેમને રોકવાનો પડકાર ફેંક્યો. દરમિયાન દાણચોરોએ બોરીઓ સરહદની વાડ પાર કરીને બાંગ્લાદેશ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોરીઓ ભારતીય વિસ્તારમાં પડી હતી.
તસ્કરો અંધારા અને ઉંચા મકાઈના પાકનો લાભ લઈને ભારત તરફ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં સઘન તલાશી લેતા સ્થળ પરથી પીળા રંગના પ્લાસ્ટિકના દોરડા વડે બાંધેલી સફેદ અને લાલ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાં નશો હતો. જપ્ત કરાયેલા પાઉડરનું પરીક્ષણ કરતાં તે હેરોઈન હોવાનું જણાયું હતું. પકડાયેલ હેરોઈનને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લાલગોલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.