ગુજરાતની દીકરીએ અમેરિકામાં સાયકલ રેસ જીતી ડંકો વગાડ્યો
સમગ્ર કપડવંજ પંથકમાં ગૌરવની લાગણી
પોર્ટલેન્ડના ૩૩૩ કિલોમીટરની સાયકલ રેસ માત્ર ૧૮ કલાક અને ૨૦ મિનિટમાં પૂર્ણ કરી એક કીર્તિમાન સ્થાપિત કર્યો
ખેડા,મૂળ કપડવંજના વતની અને છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકામાં રહેતાં પાર્થિકભાઈ તેલીની પુત્રી જાન્યા અમેરિકામાં સિયેટલમાં ક્રિકસાઈડ એલિમેન્ટરી સ્કૂલમાં ધોરણ – ૨માં અભ્યાસ છે.
જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરવા માટે અમેરિકામાં ધનરાશિ એકત્ર કરવા માટે સિયેટલથી પોર્ટલેન્ડના ૩૩૩ કિલોમીટરની સાયકલ રેસ માત્ર ૧૮ કલાક અને ૨૦ મિનિટમાં પૂર્ણ કરી એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
પાર્થિકભાઈ તેલીની ૮ વર્ષની દીકરી જાન્યા શિક્ષણ માટે સાહસ અને સિદ્ધિ હાંસલ કરનાર કદાચ સૌથી નાની ઉંમરની બાળા છે.૨૦૧૭-૧૮માં જાન્યાના પિતા પાર્થિકભાઈ તથા માતા અંકીતાબેને આ સાયકલ રેસ કરી હતી. તેમાંથી પ્રેરણા લઈને જાન્યાએ પણ આ સાહસ કરવાનો નિશ્ચય કર્યો હતો.
જાન્યાએ આવા ચઢાણવાળા રસ્તા પર ટૂંકા સાયકલ પ્રવાસની તાલીમ પણ લીધી હતી. આ માટે માતા-પિતાએ પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.
જાન્યાએ ૩૩૩ કિલોમીટરના અટપટા રસ્તા અને ભારે ઉતાર-ચઢાવવાળી, જાેખમકારક સાયકલ રેસ પૂર્ણ કરી અદભુત સાહસ અને સિદ્ધિ સાથે દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પાર્થિકભાઈ અને અંકિતાબેન જેવા માતા-પિતાએ સંતાનમાં દયા, પ્રેમ, લાગણી, સાહસ, સંઘર્ષ જેવા સંસ્કારોનું સિંચન કરી સૌના માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ સાયકલ રેસ જીત્યા બાદ મળેલા રૂપિયા ૧ લાખ ભારતની દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આશા ફાઉન્ડેશનમાં મોકલવામાં આવશે.ss3