ગુજરાતનું પ્રથમ ડેન્ટલ એક્સેલન્સ સેન્ટર: જેમાં હોઠ અને તાળવાની ખોડખાપણ ધરાવતા બાળકોની સારવાર થશે

એ.એમ.સી.ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ઓર્થોડોન્ટીક્સ વિભાગ ખાતે અત્યાધુનિક સાધનથી સજ્જ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્લેફ્ટ લીપ એન્ડ પેલેટ કોમ્પ્રિહેન્સિવ કેરનો પ્રારંભ
AMC ડેન્ટલ હોસ્પિટલમાં ૩૫૦થી વધારે દર્દીઓ અત્યારે જૂની પદ્ધતિથી સારવાર હેઠળ છે, હવે અત્યાધુનિક સેન્ટરની શરૂઆત થતા દર્દીઓને લેટેસ્ટ ઉપકરણોની મદદથી સારવાર મળશે
એ.એમ.સી.ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ઓર્થોડોન્ટીક્સ વિભાગ ખાતે અત્યાધુનિક સાધનથી સજ્જ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્લેફ્ટ લીપ એન્ડ પેલેટ કોમ્પ્રિહેન્સિવ કેરનું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન હસ્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ગુજરાત રાજ્યનું પ્રથમ ડેન્ટલ એક્સેલન્સ સેન્ટર છે,જેમાં હોઠ અને તાળવાની જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવે છે. Gujarat’s first Dental Excellence Center: Which will treat children with cleft lip and palate defects
આ પ્રકારની જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકોની ચહેરાના દેખાવાના કારણે સમાજમાં ઉપેક્ષા સેવવામાં આવે છે. આ ઉપરાંત આવા નવા જન્મેલા શિશુઓ જે ખોરાક લેવાની કાર્યક્ષમતા હોતી નથી, જે બાળકને શારીરિક અને મનોવૈજ્ઞાનિક સ્તરે અસર કરે છે. આવા બાળકોની જન્મ પછી ત્વરિત સારવાર ચાલુ કરવામાં આવે છે.
હાલમાં અત્રે કરવામાં આવતી કન્વેશનલ પદ્ધતિની સારવારથી આવા દર્દીઓને સંતોષકારક ચહેરો મળે છે અને સામાન્ય રીતે ખોરાક લઇ શકે છ. એ.એમ.સી ડેન્ટલ હોસ્પિટલમાં ૩૫૦ થી વધારે દર્દીઓ અત્યારે જૂની પદ્ધતિથી સારવાર હેઠળ છે. હવે આ અત્યાધુનિક સેન્ટરની શરૂઆત થતા આવા દર્દીઓને લેટેસ્ટ ઉપકરણોની મદદથી સારવાર આપી શકાશે.
આ સારવાર એકદમ નજીવા દરે એ.એમ.સી ડેન્ટલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટ માટે અત્યંત આધુનિક ડેન્ટલ ચેર (ચાર), ડીજીટલ એક્સરે સીસ્ટમ, ડીજીટલ કેમેરા જેવા સાધનો રૂ. ૪૫.૭૫ લાખ ખર્ચ આઈ.ઓ.સી.ઈ.લી. એ CSR હેઠળ સ્પોન્સર કરેલ છે.
આ કાર્યક્રમમાં મેયરશ્રી, પક્ષના નેતાશ્રી, હોસ્પિટલ કમિટીના ચેરમેનશ્રી, સહિત પદાધિકારીશ્રીઓ, ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરશ્રી સહિત કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત એ.એમ.સી.મેટ સંચાલિત બે મેડીકલ કોલેજ, એક ડેન્ટલ કોલેજ, એક ફીઝીયોથેરાપી કોલેજ અને એક નર્સિંગ કોલેજના ગત વર્ષના તેજસ્વી પ્રથમ ત્રણ ક્રમાંક ધરાવતા વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓને પ્રત્યેકને રૂ.૩૧૦૦૦/- પ્રોત્સાહક ઇનામ માનનીય મેયરશ્રીના વરદ હસ્તે આપવામાં આવ્યા હતાં. આ પ્રત્યેક ઇનામના સ્પોન્સર બેંક ઓફ બરોડા, અમદાવાદ શાખા છે.