Western Times News

Gujarati News

બનાસ ડેરીએ શરૂ કરેલી લેબોરેટરીમાં મધનું ટેસ્ટિંગ કરાવી શકાશે

મધુમાખી પાલનના વ્યવસાય જાેડાયેલા સાથે ખેડૂતોને મધમાખી ઉછેરના બોક્ષથી લઈ તમામ બાબતે સહકાર મળશે

બનાસ ડેરીએ શરૂ કરી રાજ્યની પહેલી મધ ટેસ્ટિંગ લેબોરેટરી -૧ કરોડના ખર્ચથી નિર્માણ પામેલી બનાસ મધ ટેસ્ટિંગ 

અમદાવાદ,  મધમાખી દિવસની ઉજવણી નિમિતે બનાસ ડેરી, દ્ગમ્મ્ અને રાષ્ટ્રીય મધ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બાદરપુરા બનાસ સંકુલ ખાતે રૂ. ૧.૦૦ કરોડના ખર્ચથી નિર્મિત રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. Gujarat’s first Honey Lab at Banas Complex-Badarpura.

 

બનાસ ડેરીના બાદરપુરા સંકુલ ખાતે યોજાયેલા આજે આ કાર્યક્રમમાં જિલ્લામાંથી મધમાખી ઉછેર કરી મધ ઉત્પાદન કરતા ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂતોએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે સીધી વાત કરી હતી. તેમજ તેઓને મધમાખી ઉછેર સમય પડતી મુશ્કેલીઓ તેમજ તેમણે કરેલા આ વ્યવસાય થકી તેમના જીવનમાં થયેલા પરિવર્તનના અનુભવો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે બાદારપુરા ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસના પશુપાલકોની આવક વધારવા વધુમાં વધુ પશુપાલકોને મધુમાખી પાલનના વ્યવસાયમાં જાેડાય તે જરૂરી છે. મહિલાઓની ભાગીદારી વિશેષ હોય તો આ વ્યવસાયને વધુ આગળ લઈ જઈ શકાય છે.

આ વર્ષે બનાસ ડેરીમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૮ ટન મધની આવક થઇ છે. ગુણવત્તાયુક્ત મધના ઉત્પાદન થકી બનાસ સમગ્ર રાજ્યમાં અને દેશમાં અગ્રેસર બને તેવી સ્થિતિનું નિર્માણ કરવું છે. જેથી બનાસકાંઠાના લોકોને રોજગારી મળશે.

રૂ. ૧ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ બનાસ મધ ટેસ્ટિંગ લેબોરેટરીમાં સમગ્ર ગુજરાતના લોકો મધનું ટેસ્ટિંગ કરાવી શકશે. તેમણે મધુમાખી પાલનના વ્યવસાય જાેડાયેલા સાથે ખેડૂતોને મધમાખી ઉછેરના બોક્ષથી લઈ તમામ બાબતે સહકાર આપવાની શંકર ચૌધરીએ ખાતરી આપી હતી. દૂધની જેમ સહકાર થકી મધમાખી ઉછેરમાં પણ બનાસ અગ્રેસર બને તેવો મક્કમ નિર્ધાર બનાસ ડેરીએ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.