ગુજરાતની પ્રથમ પાસપોર્ટ સેવા વાનમાં અરજદારોની અરજી સ્વીકારવાનું શરૂ
(એજન્સી)અમદાવાદ, રાજયમાં પ્રથમવાર પાસપોર્ટ સેવા વાનમાંથી હવે પાસપોર્ટની કામગીરી શરૂ કરાઈ છે. હાલ આ પાસપોર્ટ સેવા વાન શહેરના ગુલબાઈ ટેકરા ખાતેના રીજનલ પાસપોર્ટ કચેરી ખાતે આ ટ્રાયલ બેઝ પર રાખવામાં આવી છે. આ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ પણ આપવાની શરૂ કરી દેવાઈ છે.
શરૂના દિવસોમાં રપ એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. જોકે હવે તેમાં પણ વધારો કરીને પ૦ એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. જોકે હવે તેમાં પણ વધારો કરીને પ૦ એપોઈન્ટમેન્ટ કરવામાં આવી છે. શહેરના અન્ય પાસપોર્ટ સેવા કેન્દ્રો કરતાં વહેલી એપોઈન્ટમેન્ટ મળી રહી છે. Gujarat’s first passport service van begins accepting applications from applicants
પાસપોર્ટ માટેના અરજદારોને માત્ર બે દિવસ બાદની જ એપોઈન્ટમેન્ટ હાલ મળી રહી છે. આવનારા સમયમાં પાસપોર્ટ સેવા વાનની સંખ્યામાં પણ વધારો કરાય તેવી શકયતાઓ પણ પ્રબળ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પાસપોર્ટ સેવા વેબસાઈટ પરથી અરજદારો એપોઈન્ટમેન્ટ લઈને હવે પાસપોર્ટ માટે પાસપોર્ટ સેવા વાન દ્વારા અરજી કરી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર દિવસ અગાઉ આ સુવિધા શરૂ કરાઈ છે. ઓનલાઈન અરજદારો માટે વાનમાં અરજીનો સ્લોટ પણ શરૂ કરી દેવાયો છે. હાલના દિવસોમાં ટ્રાયલ માટે માત્ર રપ એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.જોકે હવે પ૦ એપોઈન્ટમેન્ટ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આવનારા દિવસોમાં એપોઈન્ટમેન્ટની સંખ્યામાં હજુ વધારો કરવામાં આવશે. આ વાન વિવિધ વિસ્તારોમાં ઉભી રખાશે જે અંગેની સ્પષ્ટતા પણ એપોઈન્ટમેન્ટ લેતી વખત કરાશે. હાલ રીજીનલ પાસપોર્ટ કચેરી ખાતે આ વાન ઉભી કરાઈ છે અને અરજદારો એપોઈન્ટમેન્ટ લઈને તેમાં પાસપોર્ટ માટેના આવેદનની કામગીરી કરાઈ રહી છે.